Back

ધોરાજીમાં ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનની શરૂઆત.

ધોરાજીમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ફીટ ઈન્ડીયા તેમજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ધોરાજી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ધોરાજી નગરપાલિકા દ્વારા રેલી કાઢીને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલીનું પ્રસ્થાન ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ડી.એલ ભાષા તથા ડેપ્યુટી કલેકટર જી.વી મીયાણીના હસ્તે લીલીઝંડી બતાવીને કરવામાં આવ્યું હતું. આ તકે ધોરાજીના ડેપ્યુટી કલેકટર શ્રી જી.વી મીયાણીએ સ્વચ્છ ભારતના વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ સ્વેચ્છિક સંસ્થાઓ સહિત ગામ અને શહેરના અગ્રણીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જનભાગીદારી દ્વારા ધોરાજીના દરેક વિસ્તાર શહેરીઓ અને જાહેર રસ્તાઓની સફાઈ કરી પ્લાસ્ટિક કચરાનો એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. એકત્રિત કરેલ તમામ પ્લાસ્ટિકનો કચરો નગરપાલિકાના નિર્ધારિત કરેલ કલેક્શન સેન્ટર પર મોકલવામાં આવ્યો હતો.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..