Back

ધોરાજીમાં ગાંધી જયંતી નીમિતે લાયન્સ ક્લબ દ્રારા ઓનેસ્ટી શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં ૨ ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતી નીમિતે લાયન્સ ક્લબ દ્વારા ઓનેસ્ટી શોપનું ધોરાજીની આદર્શ સ્કુલના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ શાહના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને લગતી અને એજ્યુકેશનમાં ઉપયોગી સ્કુલની આઈટમો તેમજ નાસ્તાની વસ્તુઓ રાખવામાં આવી હતી. જેથી બાળકોના વાલીઓ બાળકો સાથે આ આઈટમો ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત લાયન્સ ક્લબના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે ગાંધીજીના જીવનની આપણે ૨ મુખ્ય વસ્તુ સ્વીકારી છે. જેમાં પહેલા સ્વચ્છતા અને બીજું પ્રમાણિકતા આ ઓનેસ્ટી શોપમાં કોઈપણ લોકો પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ ખરીદશે અને તેમની રીતે તે ડ્રોપ બોક્સમાં પેમેન્ટ નાખી પોતાની પ્રમાણિકતા દર્શાવશે. આ તકે લાયન્સ ક્લબના પ્રમુખ ધીરેનભાઈ વૈષ્ણવ તેમજ લાયન્સ ક્લબના બધા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..