Back

ધોરાજીમાં મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવતા રશમીનભાઈ પટેલ પર જમીન બાબતે ગાળો બોલી મારી નાખવાની ધમકી અપાઈ.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં શાકમાર્કેટ પાસે મોબાઇલ રીપેરીંગની દુકાન ચલાવતા રશમીનભાઈ પટેલને મૌલિક ખોડીદાસ ગજેરા તથા ધોરાજીનો જીગ્નેશ લાલજીભાઈ કોઠીયા તથા વડાલનો ઋતુરાજ ખોડીદાસ ગજેરા એમ ત્રણેય આવીને જમીન અમને સોંપી દે અને તેમ કહીને ગાળો આપી હતી તેમજ હું તને પતાવી દઈશ તેવી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ નિકુંજભાઈ વચ્ચે પડતા ત્રણેય શખ્સ ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત રશ્મીનભાઈની દુકાને જઈને કહેલું કે ખેતીની જમીનમાંથી નામ કમી કરાવેલ છે કે નહી જેના કારણે રશ્મીનભાઈએ ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગ્યા હતા અને કીધું હતું કે હવે તને જાનથી મારી જ નાખવો પડશે તેમ કહીને ઝપાઝપી કરતા હતા ત્યારે દુકાન પાસે હાજર નરેન્દ્રભાઈ ધોળકિયા તેમજ નિકુંજભાઈ વચ્ચે પડતા આ લોકો તેમને ધમકી આપીને જતા રહ્યા હતા. આના કારણે રશ્મીનભાઈએ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ગુન્હો નોંધી પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેમાં હાલ એમ.ડી મકવાણા તપાસ ચલાવી રહ્યા છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..