Back

ધોરાજીમાં શરદપૂનમની વલ્લભ ઓર્ગનાઈઝેશન દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

[અહેવાલ રશમીનભાઈ ગાંધી]

ધોરાજીમાં શરદપૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વલ્લભ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરાજીના લેઉવા પાટીદાર સમાજ ખાતે અલૌકિક રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે તારીખ ૧૩ અને ૧૪ સુધી ચાલશે. જેમાં ધોરાજીની મોટી હવેલીના બાવાશ્રી તેમજ બેટીજી પધાર્યા હતા અને યમુનાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી. તેમજ ધોરાજીના તમામ વૈષ્ણવ બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી. આ અલૌકિક રાસોત્સવમાં નાના બાળકોએ પણ ભાગ લીધો હતો.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..