Back

ગોંડલના અક્ષર મંદિર ખાતે દીપોત્સવી અને નૂતન વર્ષ નિમિત્તે ચોપડા પૂજન અને મહાઅન્નકૂટનું ભવ્ય આયોજન...

ગોંડલના અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની નિશ્રામાં દીપોત્સવી અને નૂતન વર્ષ નિમિત્તે ચોપડા પૂજન અને મહાઅન્નકૂટનું ભવ્ય આયોજન...

 

દીપોત્સવી નિમિતે અક્ષરદેરીના સાનિધ્યમાં ચોપડપૂજનનો લાભ લેતા દેશ વિદેશના હરિભક્તો

નૂતન વર્ષે હરિભક્તોને હરિભક્તોને કુલ ચાર જગ્યાએ અન્નકૂટના દર્શન થશે...

અક્ષર મંદિરે યોગી સભામંડપમ્ માં મહાઅન્નકૂટનું આયોજન....

મહાઅન્નકૂટમાં ૧૧૦૦ કરતા પણ વધારે વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવશે...

સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી લાઈટોના અદભુત શણગાર...

ગોંડલના અક્ષર મંદિર ખાતે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં  તારીખ ૨૭ અને ૨૮ ના રોજ ના રોજ રોજ દીપોત્સવી તેમજ નૂતન વર્ષની વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દિપોત્સવ અને નૂતન વર્ષની ઉજવણી માટે ભક્તોનો પ્રવાહ ગોંડલ ભણીઆવ્યો હતો.

દિવાળીના દિવસે પ્રાતઃ પૂજામાં મહંત સ્વામીના દર્શનનો લાભ આપ્યા બાદ સાંજે  ચોપડા પૂજનની વિધિ વિધિમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. દેશ-વિદેશથી પધારેલા હજારો હરિભક્તો સાંજે અક્ષર મંદિરના પ્રાંગણમાં ચોપડા પૂજન ની વિધિ માં જોડાયા હતા. આપ્રસંગેઆશીર્વાદઆપતાપુ. મહંતસ્વામીએજણાવ્યુંહતુંકેજેમવેપારીઓઆદિવસેપોતાનાહિસાબનુંસરવૈયુમાંડેછેઅનેઆવર્ષેકેટલોનફોઅનેનુક્શાનથયુંતેતપાસેછેએમઆપણેપણસત્સંગનીઅંદરકેટલાઆગળવધ્યાઆપણાદોષોનેથયાકેનહી? તેનુંસરવૈયુમાંડવું.

અત્રે ઉલ્લેખનીય છે કે કે આ વર્ષે અક્ષર મંદિરે મહાઅન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅન્નકૂટ માં ૧૧૦૦ કરતાં પણ વધારે વાનગીઓ ભગવાનને ધરાવવામાં આવશે. યોગી સભામંડપમાં ભવ્ય અને કલાત્મક સુશોભિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. 

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..