Back

ખાણી-પીણીની લારીઓ મા ઘર વપરાશ નાં ગેસના બાટલા ઝડપાયા

ગોંડલ ની એમ.બી.કોલેજ ની ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ઉભી રહેતી ખાણી-પીણીની લારીઓ મા સરકાર શ્રી ની સબસીડી વાળા ઘર વપરાશ નાં ગેસના બાટલા વપરાતા હોવાની ફરિયાદ ગોંડલ મામલતદાર  પુરવઠા વીભાગ ને કરાતા પુરવઠા અધિકારી આજે રજા ઉપર હોવાનું જણાવેલ...

ત્યાર બાદ તે વિશે ની જાણ ગોંડલ ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને કરાતા  સ્થળ ઉપર પુરવઠા વિભાગ ના સ્ટાફને મોકલવામાં આવેલ...

સ્ટાફ દ્વારા ત્યાં સ્થળ પર તપાસ કરતા રાજા મદ્રાસ કાફે નામની લારીએ ઘર વપરાશ નો ભારત ગેસ કંપની નો બાટલો વાપરવામાં આવી રહ્યા નું નજરે પડેલ...

જેને પુરવઠા ના સ્ટાફે કબજે કરી રાજા મદ્રાસ કાફે નામની લારી ના માલીક ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે...

મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગમાં ફોન કર્યા બાદ 2 કલાક પછી પુરવઠા ની ટીમ આવતા અન્ય ખાણી પીણી ની લારી વારા લારી બંધ કરી ચાલ્યા ગયેલા....

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ રાજા મદ્રાસ કાફે નામની લારી એ થોડા દિવસ પહેલા એક ગ્રાહક ની વડા સંભાર ની ડીસ માં જીવાતો મળી આવેલી...


Report Vipul Dave

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..