Back

રેલ કર્મીના છૂટાછેડા કાયમ રાખતી ગોંડલની સેશન્સ કોર્ટ

જેતલસરના રેલ કર્મીના છૂટાછેડા કાયમ  રાખતી ગોંડલની સેશન્સ કોર્ટ

રાજકોટ જિલ્લાના જેતલસર જંક્શનમાં રહેતા રેલ કર્મચારી ગજેન્દ્રસિંહ ઉર્ફે ખોડુભા બહાદૂરસિંહ ઝાલાએ તેમનાં પત્ની આનંદબા ઉર્ફ વર્ષાબા રહે.મૂળીલા, તા.કાલાવડ, જિલ્લો જામનગર સામે છૂટાછેડા મેળવવા માટે ગોંડલની સિનિયર કોર્ટમાં દાવો કર્યો હતો.

જે કોર્ટે મંજૂર કર્યો હતો. આવા ચુકાદાથી નારાજ આનંદબાએ ગોંડલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નીચેની કોર્ટનો હુકમ રદ્દ કરી લગ્નજીવન ચાલુ રાખવા વર્ષ મે -૨૦૧૨માં અપીલ કરી હતી.

આ અપીલ સામે જેતપુરના સિનિયર એડવોકેટ સનતભાઈ મહેતા, દેવયાનીબેન દવે અને વિજયભાઈ ગોહેલ દ્વારા આનંદબાની અપીલ રદ કરવાની અસરકાર દલીલોને ધ્યાને લઈ ગોંડલની એડિશનલ કોર્ટે ગત તા.૧૯-૪ના રોજ આનંદબાની અપીલ રદ કરી છે.

કશ્યપ જે.જોશી, પત્રકાર, રાજકોટ

ગોંડલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..