Back

જસદણ આલણસાગર ડેમ પર સેલફી લેવા નો કેઝ

જસદણના આલણસાગર તળાવમાં સેલ્ફીનો ભારે ક્રેઝ:હજ્જારો પ્રવાસીઓએ આનંદ ઉઠાવ્યો


જસદણના બાખલવડ ગામે ઇસ્વીસન ૧૯૦૦ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખાચર બાપુએ નિમાર્ણ કરેલ હાલ તળાવ પર મેઘમહેર થતાં છેલ્લા ૨૦ દિવસથી સતત ઓવરફ્લો થવાથી આ નજારો માણવા અને ખાસ કરીને ન્હાવાનો આનંદ લેવા માટે સ્થાનિક અને સૌરાષ્ટ્રના કેટલાક પ્રવાસીઓનો ઘસારો દરરોજ રહે છે રવિવારે તો લોકો પોતપોતાના વાહનો લઈને અહીં ઉમટી પડી રહ્યાં હોય છે પરંતુ મોટાં ભાગનાં પ્રવાસીઓ આનંદ માણવાને બદલે પોતાનો મોબાઈલ લઈને સેલ્ફી પાડી રહ્યાં હોય છે સેલ્ફીની ઘેલછા એટલી હદે હોય છે કે ન્હાતા સમયે પણ તેમની પાસે મોબાઈલ હોય છે એ અલગ વાત છે કે કેટલાંક યુવા હૈયાઓ તો ઘેર આવી મોબાઈલમાં ફોટાઓ જોઈ કહે છે કે આપણે આ દ્રશ્ય ન જોયું જે ફોટાઓમાં છે.

તસ્વીર કરશન બામતા આટકોટ

જસદળ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..