Back

રાજકોટ ગ્રામ્ય. એલસીબી દ્વારા બે.આરોપી ને જડપી. પાડયા

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓએ મીલક્ત વીરૂધ્ધ ના ગુન્હા ડીટેક્ટ કરવા તેમજ તાજેતર માં રાજકોટ ગ્રામ્ય જીલ્લા માં બનેલ ચીલઝડપનો ગુન્હો ડીટેક્ટ કરવા સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. શ્રી એમ.એન.રાણા ના માર્ગદશન હેઠળ પો.હેઙ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી તથા મહિપાલસિંહ જાડેજા તથા રવિદેવભાઇ બારડ નાઓને સંયુકતમાં મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકા વીસ્તાર માં થયેલ ચીલઝડપનો ગુન્હો ડીટેક્ટ કરી બે આરોપીઓ ને કુલ  રૂ.૫૬,૦૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો શોધી કાઢેલ છે. 


ગુન્હાની વિગત :- આ કામના ફરી તથા તેના પત્ની તેનું મોટર સાયકલ વિરપુર થી ગોંડલ તરફ આવતા રસ્તામાં ત્રણ અજાણ્યા ઇસમો સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ પાછળથી આવી ફરીની પત્ની પાછળ મોટરસાયકલ માં બેઠેલ હોય તેના ગળામાં પહેરેલ સોનાનો ચેન ૨૩.૬૩૦ મીલી ગ્રામનો કિં.રૂ.૫૪,૮૫૦/- ની જપટમારી ચેન તોડી ચીલઝડપ કરી નાશી ગયેલ હોય 

     આજરોજ મળેલ હકીકત આધારે બંને આરોપીને પકડી પાડી તેની પુછપરછ કરતા જણાવેલ કે જુનાગઢ ફરીને પાછા રાજકોટ હતા તે દરમ્યાન વિરપુર પાસ થતા નેશનલ હાઈવે રોડ ઉપર એક મોટર-સાયકલ અમારી આગળ રાજકોટ તરફ જતુ હતુ તેમાં એક મો.સા.ચલાવતા હતા અને એક બેન પાછળ બેઠેલ હતા અને ત્રણેય જણાએ આ મો.સા.માં પાછળ બેઠેલ બેનના ગળામાં સોનાનો ચેઈન જોયેલ અને તેમનો પીછો કરેલ અને બપોરના દોઢેક વાગ્યે હાઈવે ઉપર ચોરડી ગામ નજીક પહોંચી તેમની પાસે મો.સા. જવા દિધેલ અને આ બેનના ગળામાંથી સોનાનો ચેઈન ખેંચી લીધેલ બાદ મોટર-સાયકલ સ્પીડમાં ચલાવેલ અને ભાગીને ગોંડલ સુધી આવેલ અને કોઈ પીછો ન કરી શકે તે માટે ગોંડલ આશાપુરા ચોકડીથી ગોંડલમાં ગયેલા અને ગોંડલ સરકારી હોસ્પીટલ સામે નદીના ખાડા પાસે દેવીપુજકના ઝુંપડાઓ પાસે થઈ નદીમાં ગયેલા અને નદીમાં નાહીને પોણા બે વાગ્યા આસપાસ ગોંડલ થી રાજકોટ આવી ગયેલ હતા બાદ આ સોનાનો ચેઈન વેચવા માટે અમારા સબંધી આરતીબેન વિજયભાઈ મકવાણા રહે.લાખાજીરોડ ઉઘ્યોગનગર શેરી નં.૫ રાજકોટ  વાળીને આપેલ અને આરતીએ આ સોનાનો ચેઈન મુથુત ફાયનાન્સ માં મુકી તેના ઉપર લોન લીધેલ લોનમાં રૂ.૫૯૦૦૦/- મળેલ નુ અમને જણાવેલ અને આજરોજ અમે મારૂ મોટર-સાયકલ લઈને ત્રણેય જણા ગોંડલ જતા હતા અને રીબડા પાસેથી તમો પોલીસે પકડી લીધેલ છે અને મારી પાસે હિરો સ્પેલ્ન્ડર પ્લસ મો.સા.છે તે મેં રાજકોટ થી નવુ ખરીદેલ છે અને તેમાં રજી.નંબર આવેલ નથી.   

                                                                            

પકડાયેલ આરોપીઓ – 

(૧) જીતેશ ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે જીત્યો વલ્લભભાઇ રાઠોડ જાતે- દેવીપુજક ઉ.વ. ૨૮ રહે- રાજકોટ, ચુનારા વાડ, કુબલીયા પરા શેરી નં.૫, ચંદ્રિકા પાનની સામે 

(૨) લખન ઉર્ફે ચીલઝડપીયો બચુભાઇ માલાણી જાતે- સલાટ ઉ.વ. ૨૩ રહે- રાજકોટ, ચુનારા વાડ શેરી નં. ૧/૧૪, કૈલાશ પાન સામે


કબ્જે કરેલ મુદ્દામાલ ની વીગત – 

(૧) હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. કિ.રૂ. ૫૦,૦૦૦/- 

(૨) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૬,૦૦૦/- 


ડીટેક્ટ થયેલ ગુન્હાઓ: 

(૧) ગોંડલ તાલુકા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નંબર- ૧૬૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ- ૩૭૯A(૩),૧૧૪ 


એમ.ઓ.:- આ કામ ના આરોપીઓ દિવસ ના બપોર ના સમયે નીકળતી વૃધ્ધ મહીલાઓ ને ટાર્ગેટ બનાવી ગળા માં પહેરેલ સોના ના ચેઇન ની ચીલઝડપ તેમજ લુંટ કરવાની તથા મો.સા. ચોરી કરવાની ટેવ ધરાવે છે.


ગુનાહિત ઇતિહાસ :- 

(૧) લખન ઉર્ફે ચીલઝડપીયો બચુભાઇ માલાણી વિરૂદ્ધ અગાઉ રાજકોટ શહેર, ગોંડલ સીટી, જેતપુરસીટી, અમરેલી વિગેરે જગ્યાએ મારામારી, લુંટ, ચોરી તથા ચિલઝડપના કુલ ૨૬ જેટલા ગુન્હાઓ કરેલ છે. 

(૨) જીતેશ ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે જીત્યો વલ્લભભાઇ રાઠોડ વિરૂદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં ઠગાઇ, વિશ્વાસઘાત, ચોરી, લુંટ તથા ચિલઝડપના કુલ ૬ ગુન્હાઓ કરેલ છે. 


કામગીરી કરનાર ટીમ:- 

પો.ઇન્સ. શ્રી એમ.એન.રાણા, હે.કો.મહેશભાઇ જગજીવનભાઇ જાની ,રવીદેવભાઇ વાજસુરભાઇ બારડ,બ્રીજરાજસિંહ જટુભા જાડેજા,અનીલભાઇ રવજીભાઇ ગુજરાતી,મહિપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા,  શક્તિસિંહ વનરાજસિંહ જાડેજા ,જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, પો.કોન્સ. નારણભાઇ કરશનભાઇ પંપણીયા ,. બાલકૃષ્ણભાઇ અનંતરાય ત્રીવેદી , મનવીરભાઇ જેઠાભાઇ મીયાત્રા, દિવ્યેશભાઇ દેવાયતભાઇ સુવા , કુમારભાઇ રમેશભાઇ ચૌહાણ,  મેહુલભાઇ ચંડીદાનભાઇ સોનરાજ , કૌશીકભાઇ કેશુભાઇ જોષી , રસીકભાઇ માવજીભાઇ જમોડ, ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા, ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ ગગુભાઇ વિરડા ,ડ્રા. પો હેઙ.કો. નરેન્દ્રભાઇ ચંદ્રશંકરભાઇ દવે ડ્રા. પો.કો. અનીરૂધ્ધસિંહ હઠુભા જાડેજા નાઓ રોકાયેલ હોય


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..