Back

ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ દ્વારા ઝડપાયેલી તસ્કર બેલડીએ 54 ચોરી કબુલતા તમામના ભેદ ઉકેલાયા..

(કશ્યપ જોશી)

જૂનાગઢ શહેરના માર્કેટિંગ યાર્ડમાં બનેલ ચકચારી અનડીટેકટ ચોરીના ગુન્હાની

ગણતરીના દિવસોમાં શોધી કાઢી છેલ્લા ચાર વર્ષથી માર્કેટિંગ યાર્ડ તથા કારખાનાઓમાં રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરતી ટોળકી અને પકડી પાડી આંતર જિલ્લાની કુલ-૫૪ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ


ગઇ તારીખ 0૬/૦૮/૨૦૧૯ થી ૦૭/૦૮/૨૦૧૭ ના રાત્રી દરમયાન જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની અંદર આવેલ ૧૧ જેટલી દુકાનોના નકુચા તોડી રોકડ રકમ રૂા.૧૩,૩૭, ૫૫૫ તથા સોના ચાંદીના દાગીના કી.રૂા.૧૦,૦૦, ૧૦૦/- મળી કુલ રૂ.૨૩,૩૭,૬૧૫/- ના મુદામાલની ચોરી થતાં આ કામે એ ડીવીજન પો.સ્ટે. ગુ.ર.ને ફ, ૧૮૦/૧૯ ઇ, પી, કોટક,૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. 


સદરહું બનાવ સમગ્ર સોરઠ પંથકમાં ચોરી ખૂબ જ ચકચાર પામતાં ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ રેન્જ ના વડા શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ ની સુચના થી જુનાગઢ જીલ્લાના પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબએ અંગત રસ દાખવી બનાવ સ્થળ ની જાતે થી મુલાકાત કરી પોતાના નીગરમી હેઠળ જૂનાગઢ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.જી.જાડેજા ના નેતૃત્વ હેઠળ તથા જૂનાગઢ કાઇમ બ્રાન્ચ તથા જૂનાગઢ સ્પેશ્યલ ઓપરેશન ગુપ તથા જૂના ગઢ શહરે એ ડીવીજન પો.સ્ટે. ના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વ્હેલા માં વહેલી તકે આ ગુન્હો અનડીટેકટ હોથ જે ડી ટેકટર કરી આરોપીઓને પકડી પાડી મુઘમાલ રીકવર કરવા સુચના આપી હતી.


 આ કામે બનાવ સ્થળ નજીકમાં આવેલ સી.સી.ટી.વી.ના ફુટેજ મેળવી તેનું અવલોકન કરવામાં આવેલા તે જ ખાસ ટેકનીકલ ટીમની મદદ મેળવી આ ગુન્હો હેલો તકે શૌધી કાઢવા પોલીસ દ્વારા અથાક પ્રયત્નો હાથ ધરતાં જાણવા મળેલ કે, આ બનાવના બે અજાણ્યા ઇસમો અંજામ આપેલ છે. જેથી આ દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરાવતા જુનાગઢ crime બ્રાન્ચના ઇચા.પીઆઇ આર. કે.ગોહિલ તથા ડિટેક્શન સેલના પીએસઆઈ ડી. એમ.જલુ  તથા સ્ટાફે ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે, આ ગુન્હાને અંજામ આપનાર બે ઇસમો સ્પેલન્ડર મો.સા. નંબર ૧૬૭૬ માં મજેવડી ગામથી માખીયાળા ગામ થઇ વડાલ ગામથીજેતપુર તરફ જવાના છે. 


જે હકીકત આધારે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા એ ડીવી પો. સ્ટાફની અલગ અલગ ટી મો બનાવી વડાલ થી માખીયાળા ગામ તરફ જતા રેલ્વે ફાટક થી આગળ વળાંક ઉપર વોચ ગોઠવતાં ઉપરોકત વર્ણન વાળા મોટર સાયકલ ઉપર મુકેશ ઉર્ફે મુકો સ/ઓ વલ્લભભાઇ ભારથીભાઇ રાજાણી તથા ૨)ભરતભાઈ સ/ઓ બયુભાઇ મોહનભાઇ રહે. બન્ને જેતપુર વાળા ને રોકડ રકમ તથા પીળી ધાતુના દાગીના સાથે મળી આવતા બન્ને ઇસમોને જૂનાગઢ કાઇમ બ્રાન્ચ ખાતે લાવી પુછપરછ કરતાં ગુન્હાની હકીકત જણાવતાં ઉપરોકત ગુન્હા ના કામે બન્ને ઇસમોને ધોરણસર અટક કરેલ. 


અને તે બન્ને ઇસમૌની સાથે યૌરીઓ કરવામાં સામેલ ઇસમ સીમા ઉર્ફે સામેલ ઉર્ફે ભોજો સે/ભાણજીભાઈ જીવરાજભાઈ પરમાર હૈ. મજેવડી વાળાને તેના ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.(અહેવાલ : કશ્યપ જોશી)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..