Back

વિરાણી હાઇસ્કૂલમાં બાળકોએ શેરી રમતની મોજ માણી

 મોબાઈલ અને ટીવીના આ યુગમાં બાળકો રમતગમતથી વિમુખ બન્યા છે ત્યારે બાળકો શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત બને અને શેરી રમતોનો નિદોઁઁષ આનંદ મેળવે તે હેતુથી વિરાણી હાઇસ્કૂલ તથા નવરંગ નેચર કલબના સંયુક્ત ઉપક્રમે શાળાના વિશાળ મેદાનમાં નિવૃત્ત ફોરેસ્ટર બાલાસાહેબ, કાસુંદ્રાસર, સ્પોર્ટ્સ ટીચર્સ હીરપરાસર, બામટાસરના માગઁદશઁન હેઠળ વિવિધ શેરી રમતો જેવી કે સાંઢીયા દોડ, લંગડી દોડ, ત્રિપગી દોડ, પૈડા દોડ, ફૂગા ફોડ, રસ્સા ખેંચ, કમાન્ડો બ્રિજ સહિત વિવિધ રમતોમાં ધોરણ 9 અને 11 ના લગભગ 400 વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ રમતોમાં કોઈ નંબર કે સ્પર્ધા ન હતી પરંતુ બધા આનંદ મેળવે તે હેતુ હતો. શાળામાં ઇલેકશન મીટીંગને કારણે ઘણી રમતો ન રમાડી શકયાનો રંજ હતો પરંતુ બાળકો અને શિક્ષકોએ ભરપૂર મોજ માણી હતી. રમતોને અંતે બાળકો જંકફૂડથી દૂર થાય તે આશયથી બાળકોને દેશી ફૂડ ટમેટાં, કાકડી, કાચી કેરી, ગાજરનો નાસ્તો શિક્ષકો તરફથી આપવામાં આવ્યો હતો આ પ્રસંગે સી જે ગ્રુપના ચિરાગભાઇ (જલારામ) તથા શાળાના શિક્ષકોની ઉપસ્થિતિએ બાળકોના ઉત્સાહ માં વધારો કયોઁઁ હતો.

Reporter Vipul Dave, rajkot

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..