Back

લોધીકા પો.સ્ટે. વિસ્તારના ચીભડા ગામે માસુમ બાળકી પર દુષ્કૃત્ય કરનારઆરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય પોલીસ

(કશ્યપ જોશી)
ગઇ કાલ તા.૧૭ ના બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામાં લોધીકા પો. સ્ટે.ના ચીભડા ગામનો લાલજી હીરા ખીમસુરીયા નામનો ૪૩ વર્ષનો ચીભડાનો  ચાર વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરી નાશી ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરતા લોધીકા પોસ્ટે. ફ.ગુ.ર.નં,૫૮/૨૦૧૯ આઇ.પી.સી.
કલમ-૩૭૬ એબી તથા પોક્સો એક્ટ કલમ-૩, ૪, ૪૨ મુજબનો ગુન્હો રજી. થયેલ છે.

આ ગુન્હો કર્યા બાદ આરોપી નાસી ગયેલો હોય જેથી, ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ
પોલીસ અધિક્ષકશ્રી, રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા  દ્વારા આ ગુન્હા ના આરોપીને તાત્કાલીક પકડી પાડવા સારૂ એલ.સી.બી. શાખા, તથા એસ.ઓ.જી. શાખા, તથા સ્થાનીક પોલીસની અલગ અલગ ટીમો
બનાવી   સુચના અને માર્ગદર્શન આપેલ હતું.

જે અન્વયે એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. શ્રી એમ.એન રાણા તથા એસ.ઓ.જી શાખાના પો.ઇન્સ.શ્રી
એચ જી, પલ્લાચર્યા તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી. શાખાના પોલીસ સ્ટાફ તથા લોધીકા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એચ.એમ.ધાધલ તથા પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને તાત્કાલીક ધોરણે શોધી કાઢવા સારૂ
અલગ અલગ ટીમો બનાવી, તથા સ્થાનિક લોકોની મદદ લઇ આરોપી ની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન આ કામનો આરોપી ચીભડાં ગામની સીમમાં અભેપર ગામના પાટીયા સામે જતા
કાચા રસ્તે, બાજુમાં આવેલ ખેતરમાં વાવેતર કરેલ પાકોમાં છુપાયેલ હોવા હક્કિત મળતા, બાતમીવાળી  જગ્યાએ કોર્ડન કરી આ બનાવ બન્યા ના ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડેલ છે. અને આરોપી સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી લાલજી હીરા ખીમસુરીયા જાતે-અનુ.જાતી ઉવ.૪૩ ધંધો-કડીયાકામ (રહે. ચીભડા દલીતવાસ તા.લોધિકા જી.રાજકોટ)ને પકડવામાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. શાખા પોલીસ ઈન્સ.શ્રી મહેન્દ્રસિંહ એન રાણા તથા એસ ઓ જી શાખાના પો.ઇન્સ.શ્રી એચ. જી. પલ્લાચર્યા તથા લોધીકા પો.સ્ટે. પો.સબ ઇન્સ. શ્રી
એચ એમ ધાધલ તથા પો.હેડ કોન્સ, અનિલ ભાઈ ગુજરાતી, પો.કોન્સ. દિવ્યેશભાઇ સુવા, મયુરસિંહ જાડેજા, નરેન્દ્રભાઈ દવે તથા એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. જયવીર સિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, વિજયભાઇ
ચા વડા, તથા પો.કોન્સ. મયુરભાઇ વિરડા તથા લોધીકા પો.સ્ટે. એ એસ, આઇ.ગરરાજસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. અશોકભાઇ ખુંટ, ખોડુભા જાડેજા, પો.કોન્સ. લગધીરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહીલ,
જયરાજભાઈ સોનારા, ભોજાભાઇ ત્રમટા, ) શેશભાઈ રાજપરા વિગેરે સ્ટાફ દ્વારાકામગીરી  કરવામાં આવી હતી. (કશ્યપ જોશી, પત્રકાર)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..