Back

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમેબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા યોજાઈ શ્રી વચનામૃત પદયાત્રા

રાજકોટના સંતો અને ૧૩૦૦ જેટલા હરિભક્તો વચનામૃત પદયાત્રામાંજોડાણા–પદયાત્રામાંજોડાનારપદયાત્રીઓ માટે અદ્ભુત આયોજન

શરદપૂર્ણિમાના શુભ અવસરેઅક્ષરદેરીતીર્થધામ અને પ્રગટ ગુણાતીત પરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજના દર્શન માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી વચનામૃત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૩ ઓક્ટોબર, રવિવારે વહેલી સવારે ૪ વાગ્યે બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરે૧૩૦૦ જેટલા હરિભક્તોએરજીસ્ટ્રેશન કરાવી મંદિર પરિક્રમા કરી આરતી, પૂજન-મંત્રોચ્ચાર સાથે પદયાત્રાનો આરંભ કર્યો હતો.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણમંદિરથી શરુ થયેલ આ પદયાત્રા કોટેચા ચોક,કે.કે.વી. હોલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ગોડલ ચોકડી થઈ મહાતીર્થધામ અક્ષર મંદિર ગોંડલ ખાતે વિરામ પામી હતી. પદયાત્રામાંજોડાનાર સૌ યાત્રાળુઓ માટે દર ૧ કિમીના અંતરે પાણી તેમજ દર ૫ કિમીના અંતરે નાસ્તાની સુવિધા કરવામાં આવી હતી. આ વચનામૃત પદયાત્રામાં ૮ વર્ષની ઉંમરના નાના બાળકથી લઈ ૭૦ વર્ષના વૃધ્ધ સહિત કુલ ૧૩૦૦થી અધિક હરિભક્તોજોડાણાહતા.પદયાત્રામાં ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિમહંતસ્વામી મહારાજ બિરાજીતઠાકોરજી રથ અને ૨ ભજન રથસતત પદયાત્રીઓને બળ પૂરું પાડતા હતા. પદયાત્રામાંજોડાનાર સૌ પદયાત્રીઓ માટે પુરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ૩ મેડીકલમોબાઈલવાનની ટીમ સતત યાત્રાળુઓનેમેડીકલને લગતી સુવિધાઓ પૂરી પાડતી હતી.  

આમ, વહેલી સવારે ૪ વાગ્યાથી ૧૩૦૦ હરિભક્તોથીપ્રારંભ થયેલ આ પદયાત્રા ગોંડલ અક્ષર મંદિરે બપોરે ૧ વાગ્યે વિરામ પામી હતી.

 

 

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..