Back

પીએસઆઈ એમ.એસ.અંસારીની અમદાવાદથી રાજકોટમાં બદલી


રાજકોટ, તા.11

રાજ્યના ડી.જી.પી. દ્વારા 9 પી.એસ.આઈ.ની બદલીઓ કરાતા અમદાવાદ ફરજ બજાવતા પી.એસ.આઈ. એમ.એસ.અંસારીની રાજકોટ ખાતે બદલી થઇ છે.

પોતાની ફરજ પરત્વે સંનિષ્ઠ કામગીરી કરનાર અને આગવી કુનેહતાથી ગુનેગારો પાસેથી ગુનાઓ કબૂલાવવાની માસ્ટરી ધરાવનાર એમ.એસ. અંસારીની  રાજકોટમાં બદલી થતા તેઓના હિતેચ્છુઓમાં આનંદ છવાયો છે. 

અત્રે એ નોંધનીય છે કે, 2017ના વર્ષમાં જ્યારે ખાતાકીય પરીક્ષા લેવાઈ હતી હતી ત્યારે અંસારી સમસ્ત રાજકોટ શહેર પોલીસ બેડામાં પ્રથમ નંબરે અને અંગ્રેજી વિષયમાં રાજ્યભરમાં દ્વિતીય નંબરે ઉતીર્ણ થયા હતા. હવે તેઓ અમદાવાદથી રાજકોટ ખાતે બદલી પામીને આવ્યા છે ત્યારે તેઓની કામગીરીથી બખૂબી વાકેફ ગુનેગારોમાં ફફડાટ ફેલાવા લાગ્યો છે. 

રાજકોટમાં બદલી પામીને આવેલા પી.એસ.આઈ. અંસારીએ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓની કામગરીમાં દારૂ, જુગાર જેવી પ્રવુત્તિઓ ડામવાનું પહેલું પ્રાધાન્ય હશે. બાકીની ફરજમાં પણ કોઈ કચાસ નહિ રખાય.(કશ્યપ જોશી)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..