Back

આટકોટ વિસ્તારમાં લોકોને લૂંટફાટનો ભય બતાવી છેતરપીંડી કરતા શખસને પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ

આટકોટ વિસ્તારમાં લોકોને લૂંટફાટનો ભય બતાવી છેતરપીંડી કરતા શખસને પકડી પાડતી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ


(કશ્યપ જોશી) રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સાહેબ ની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એન.રાણા એલ.સી.બી. શાખાના સ્ટાફ સાથે મિલકત સબંધી વણઉકેલાયેલ ગુન્હા શોધી

કાઢવા સબંધે આટકોટ વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા.


દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, કિશન સંજયભાઇ દાફડા રહે.ભાડલા વાળી સફેદ કલરની ઇકો કારમાં પોતે છેતરપિંડીથી મેળવેલ સોનાના ઘરેણા વેચાણ કરવા સારૂ જસદણ તરફ જનાર છે. જે હકિકત આધારે વોચ ગોઠવી મજકુર ઇસમને રોકડા રૂપીયા-૭,૦૦૦/- તથા સોનાના બુટીયા નંગ-૨, કિ. રૂ. ૨૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨, કિં. રૂ. ૫,૫૦૦/- તથા ફોર વ્હીલ

કાર નંગ-૧ કિ. રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૩૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલા આરોપી..કિશનભાઇ સ.ઓ. સંજયભાઇ પોલાભાઇ દાફડા જાતે અનુ.જાતિ, ઉ.વ.૨૨, ધંધો.ડ્રાઇવીંગ, રહે.ભાડલા, તા.જસદણ, જી.રાજકોટ

કબજે કરેલ મુદ્દામાલ : રોકડા રૂપીયા- ૭,૦૦૦/

સોનાના બુટીયા નંગ-૨, કિ. રૂ. ૨૫,૦૦૦/

મોબાઇલ ફોન નંગ-૦૨, કિ. રૂ. ૫,૫૦૦/

জ२ ही 51२ नं-१ B. ३. 3,00,00०/- કુલ રૂ. ૩,૩૭,૫૦૦/

આરોપીની ગુન્હો કરવાની પધ્ધતી: આ કામનો આરોપી માણસોને પેસેન્જર તરીકે ઈકો ગાડીમાં બેસાડી સુમસામ રસ્તે જઈ પેસેન્ઝરોને લુંટફાટ વાળો વિસ્તાર હોવાનો ભય બતાવી કિંમતી વસ્તુ. ઘરેણા, રોકડ રૂપિયા ગાડીમાં રાખી દેવાનું કહી, બાદ ગાડી ખરાબ થયાનું નાટક કરી, પેસેઝરોને નીચે ઉતરી ગાડી ને ધક્કો મારવાનું કહી, પેસેન્જર ગાડીને ધકકો મારવા નીચે ઉતરે એટલે ગાડી ચાલુ કરી ગાડી લઈ નાસી જઈ ગુન્હો આચરે છે.


કામગીરી કરનાર ટીમ

(૧) એમ.એન.રાણા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.

(૨) પ્રભાતભાઇ રાંયધનભાઇ બાલાસરા, એ.એસ.આઇ., એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય

(3) રહીમભાઈ અલ્લારખાભાઇ દલ, પો. કોન્સ., એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય.

(૪) મયુરસિંહ બાબુભા જાડેજા, પો.કોન્સ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..