Back

એક્ટિવ મિડિયા ગ્રૂપ હિંમતનગર દ્વારા આયોજિત ત્રિદિવસીય સારવાર કેન્દ્ર ખુલ્લુ મુકાયું

*એક્ટિવ મિડિયા ગ્રૂપ હિંમતનગર  દ્વારા આયોજિત ત્રિદિવસીય સારવાર કેન્દ્ર ખુલ્લુ મુકાયું*


સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે એક્ટિવ મિડિયા ગ્રૂપ દ્વારા ત્રિદિવસીય સારવાર કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું શહેરના સહકારીજીન રોડ પાસે આવેલ એસબીઆઇ બેન્ક પાસે સારવાર કેન્દ્ર નુ ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું જેમા આ કાર્યક્રમ મુખ્ય મહેમાન ડૉ. રાજુલબેન દેસાઈ ( રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી ) ના વરદહસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતુ તારીખ ૧૩,૧૪,૧૫ જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ માં ઘાયલ પક્ષીઓને હિંમતનગર તથા આજુબાજુના વિસ્તારમાં રેસ્ક્યુ કરી સારવાર  માટે આગળ મોકલી આપવા કાર્યની શરૂઆત આજરોજ કરવામાં આવી હતી જેમા જે.બી.પટેલ ( સાબરકાંઠા જિલ્લા પશુપાલન અધિકારી ), ડૉ. પરેશભાઈ પટેલ ( પશુ દવાખાનું હિંમતનગર ), જે.કે. રાઠોડ ( નિવૃત્ત ડીવાયએસપી હિંમતનગર ), પ્રતાપ સિંહ દેવડા ( હિંમતનગર નગરપાલિકા ફાયર સ્ટેશન ), જયદીપ ગઢવી ( લોક સાહિત્યકાર વડાલી ), પિયુષ પટેલ ( આર્ટિસ્ટ ) તથા ૧૦૮ કર્મચારી અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ 

 ( એજાજ મેમણ ) ઉપસ્થિતિ રહી હતી તથા પત્રકાર મિત્રો સાથે કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા એક્ટિવ મિડિયા ગ્રૂપ ના આયોજક ભારતસિંહ રાઠોડ, દિગેશ ભાઈ કડીયા, જયરામભાઈ દેસાઈ, નીકુલ ભાઈ શર્મા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..