હિંમતનગર નાયબ વન સંરક્ષણ કચેરી ખાતે વય નિવૃત્તિ વિદાય સમારોહ
હિંમતનગર નાયબ વન સંરક્ષણ કચેરી ખાતે વય નિવૃત્તિ વિદાય સમારોહ
હિંમતનગર ખાતે વન સંરક્ષણ કચેરી ખાતે વય નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો જેમાં વય નિવૃત્ત થતા શ્રી વી.કે.પટેલ પરીક્ષેત્ર વન અધિકારી વિજયનગર, શ્રી કે.એચ.પટેલ હિસાબનીશ નાયબ વન સંરક્ષક કચેરી હિમતનગર તેમજ શ્રી કે.એમ પટેલ હિસાબનીશ ઇન્ચાર્જ કચેરી જેઓ પોતાનું કર્મ નિષ્ઠા સાથે પૂર્ણ કરી નિવૃત્ત થાય જેઓને વિદાય આપતા સર્વે સ્ટાફ ભાવવિભોર થઈ નિવૃત્ત જીવન સુખ અને શાંતિ સાથે પસાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી દેસાઈ સાહેબે ફૂલહાર દ્વારા અભિવાદન કર્યું હતું, તેમજ ફુળછડી દ્વારા મદદનીશ વન સંરક્ષણ શ્રી ચૌહાણ સાહેબે અભિવાદન કર્યું હતું
પ્રસંગ મંચ નું સંચાલન પ્રિયંકા વી સોલંકી એ સંભાળ્યું હતું
નિવૃત્ત થનાર અધિકારી ભાવવિભોર સાથે સર્વેને સાથસહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે ખેડબ્રહમા, વડાલી, રાયગઢ, પોશીના, ધોલવાણી વગેરે વિભાગ ના અધિકારી હાજર રહ્યા હતા
વાત્સલ્ય ન્યૂઝ બ્યુરો ચીફ સાબરકાંઠા








