Back

રાવળ યોગી સમાજના સમૂહલગ્નમાં ૩૪ બાળલગ્ન અટકાવાયા.

હિંમતનગર રાવળ યોગી સમાજ દ્વારા રાજપુર ખાતે સમૂહલગ્નનું આયોજન કરાયું હતુ.  જેની જાણ થતા બાળલગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા આયોજકો પાસે લગ્ન કરનાર તમામ ૪૯ જોડાની ઉંમરના પૂરાવા સહિતની વિગતો માંગવામાં આવી. ૪૯ યુગલ પૈકી ૩૪ યુવક અને યુવતી ઓછી ઉંમરના હતા. ૪૯ પૈકી માત્ર ૧૫ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા. બાળસુરક્ષા અધિકારીની ટીમે બાળ લગ્ન કરાવવા ઇચ્છુક પરિવારોને નોટીસ આપી કાયદાની જોગવાઇઓ અંગે સમજ આપી. આયોજકોને પણ એક વર્ષની કેદ અને દંડ સહિતની જોગવાઇઓ સમજાવી. ૩૪ લગ્ન અટકાવાતા ખળભળાટ મચી ગયો.

 

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..