Back

અયોધ્યા રામ મંદિર મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

અયોધ્યા રામ મંદિર મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા  શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

અયોધ્યા રામ મંદિર મુદ્દે આજે સવારે ૧૦:૩૦ કલાકે ચુકાદો આવવાનો હોય સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી ચૈતન્ય માંડલીક સાહેબ તથા તેમની ટીમ આજે સવારે ૦૯:૦૦ કલાકે સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડ કોટસૅ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાંતિજ, તલોદ, ઈડર વડાલી અને હિંમતનગર ના તમામ જ્ઞાતિના આગેવાનો તથા અલગ-અલગ સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા વધુમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો કોઈપણ પક્ષે આવી શકે તેમ છે ભૂતકાળમાં બની ગયેલ બનાવની ધ્યાને રાખી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જાહેર જનતા માટે કોઈપણ જાતના વિવાદિત ટીકા-ટિપ્પણી સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે તો તેની અટકાયત કરી તેના પર કાર્યવાહી કરવામાં આવશે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન શાંતિપૂર્વક યોજાયું હતું જેમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા


દિગેશ કડીયા

હિંમતનગર

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..