Back

સાબરકાંઠા જિલ્લા ગ્રામ સેવક મંડળ ની સામાન્ય સભા ઇડર પાસેના વિજયનગર ત્રણ રસ્તા પાસે યોજાઇ

*સાબરકાંઠા જિલ્લા ગ્રામ સેવક મંડળ ની સામાન્ય સભા ઇડર પાસેના વિજયનગર ત્રણ રસ્તા પાસે યોજાઇ*


ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ,અમદાવાદ ની કારોબારી સભા તથા સાબરકાંઠા જીલ્લા ગ્રામસેવક મંડળની સામાન્ય સભા આજરોજ તા.૧૦/૧૧/૨૦૧૯ને રવિવારના રોજ ઈડર તાલુકાના વિજયનગર ત્રણ રસ્તા ખાતે હોટલ નિલકંઠ ખાતે યોજાઇ જેમાં તાજેતરમાં રાજ્યના ઘણાં વિસ્તારમાં કમોસમી વરસાદ થવાથી ઘણાં પાકોમાં નુકસાન થયેલ હોઇ ઝડપથી સર્વે પુરો કરી યોગ્ય ખેડૂતલક્ષી કાર્યવાહ ઝડપથી કરવા રાજ્ય પ્રમુખ ભુપતસિંહ ડોડિયા અને મહામંત્રી ધીરુભાઈ ધ્વારા સુચના આપવામાં આવી તથા તાજેતરમાં રાજ્યના ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાથી ચુટાઈ આવેલ તથા જેમનો આત્મા સદાય ખેડૂતોલક્ષી રહેલો હોય તેવા નિવૃત્ત ગ્રામસેવક અજમલજી ઠાકોર ધારાસભ્ય બનતા તેમનુ સન્માન રાજ્ય મહામંડળ તથા જીલ્લા મંડળ ધ્વારા કરવામાં આવ્યુ હતું 

સદર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાબરકાંઠા જીલ્લા ગ્રામસેવક મંડળના પ્રમુખ હેમંત પટેલ,મહામંત્રી એસ.જે પટેલ તથા મહામંડળ ના મંત્રી અને જીલ્લા મંડળના રાજ્ય પ્રતિનિધિ આર.કે ગઢવી તથા સમગ્ર ટીમ સાબરકાંઠા ધ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમના અંતે આભારવિધી મંડળના સભ્ય એ.જે પટેલ ધ્વારા કરવામાં આવી હતી


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..