Back

ગુજરાત મંડપ તથા સાબરકાંઠા મંડપ એસોસિએશન દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારંભ હિંમતનગર ખાતે યોજાયો

ગુજરાત મંડપ તથા સાબરકાંઠા મંડપ એસોસિએશન દ્વારા નવ નિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારંભ હિંમતનગર ખાતે યોજાયો



ગુજરાત મંડપ એસોસિએશન તથા સાબરકાંઠા મંડપ એસોસિએશન દ્વારા સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારંભ હિંમતનગરના વિનાયક નગર ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં તાજેતરમાં સાબરકાંઠા મંડપ એસોસિએશનના પ્રમુખ ની વરણી હિંમતનગરના સેવાભાવી કાર્યકર તથા અશોક મંડપ ના માલિક અશોકભાઈ સથવારાની નિમણૂક કરવામાં આવી હતી મંત્રી તરીકે જતીનભાઈ પટેલ ખજાનચી રમેશભાઈ પ્રજાપતિ ની એસોસિએશનમાં વરણી કરવામાં આવી હતી જે ભાગરૂપે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો અને તમામ હોદ્દેદારો તથા નવનિયુક્ત હોદ્દેદાર અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત મંડપ  એસોસીએશન ના પ્રમુખ જગદીશભાઈ પરમાર, મંત્રી રાજુભાઈ અમીન ની ખાસ ઉપસ્થિતિ રહી હતી વિશેષ ઉપસ્થિત મહેમાન હિંમતનગર નાગરિક સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર દશરથભાઈ પરમાર, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અનિરુદ્ધ ભાઈ સોરઠીયા, નગરપાલિકા બાંધકામ કમિટીના ચેરમેન અમૃતભાઈ પુરોહિત, સાવન ભાઈ દેસાઈ, કિરીટભાઈ, ઈશ્વરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સાબરકાંઠા જિલ્લાના મંડપ ના વહેપારી ગણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા  સથવારા પ્રગતિ મંડળ હિંમતનગર,શિવમ મિત્ર મંડળ ના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગેશ્વર મંડપ ના માલિક શૈલેષભાઈ સથવારા તથા રાહુલભાઈ મેઘા, નલીનભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી  કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો


*દિગેશ કડીયા*

*હિંમતનગર*

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..