Back

હિંમતનગર મારુતિ નગર યુવક મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નું ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું

હિંમતનગર મારુતિ નગર યુવક મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નું ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મારુતિ નગર સોસાયટીમાં છેલ્લા 29 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મારુતિ નગર વિકાસ મંડળ અને મારુતિ નગર યુવક મંડળ દ્વારા છેલ્લા નવ વર્ષથી શરદ પૂર્ણિમા ઉજવાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ની શુભ શરૂઆત જગતજનની મા ભગવતી જગદંબાની આરતી ઉતારી રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન શ્રી અમૃતભાઈ પુરોહિત, નવીનભાઈ પટેલ (નાગરિક બેંક ચેરમેન ), નવીનભાઈ પટેલ ( યામાહા ), મહેન્દ્રભાઈ પટેલ ( લાયન્સ પ્રમુખ ), બ્રિજેશભાઈ પટેલ ( ગણેશ યુવક મંડળ ) સાવન ભાઈ દેસાઈ તથા રમીલાબેન પ્રજાપતિની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને મંડળ દ્વારા આવેલ તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું રાસ ગરબા માં સૌથી બેસ્ટ નૃત્ય કરનાર વિજેતાને  ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ અંદાજે 200 લીટર માં બનાવેલ દૂધ પૌવા નું પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે મારુતિ નગર વિકાસ મંડળના પ્રમુખશ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ તથા હિંમતનગરના લોકલાડીલા સેવાભાવી કાર્યકર શ્રી કનુભાઇ દેસાઇ, આશિષભાઈ પ્રજાપતિ, મયંક ભાઈ પરમાર, કેતન બાદશાહ, કલ્પેશ ચૌહાણ, નવીનભાઈ તથા અરૂણભાઇ કડિયા ( કલ્લુ ) તમામ મંડળના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી



હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..