Back

સુરતમાં આગ લાગવાને કારણે મોતને ભેટનારને હિંમતનગર બેંકની બોર્ડ મિટિંગમાં શ્રદ્ધાંજલિ અર્પી.

ઉમંગ રાવલ દ્વારા....

સુરત માં ટ્યુશન ક્લાસ માં આગમાં ભડથું થયેલા છાત્રોના આત્માને શાંતિ માટે હિંમતનગર સાબરકાંઠા બેંક ની બોર્ડ મિટિંગમાં પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પી

ગઈકાલે સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગમાં ભડથુ થઇ ને તેમજ જાન બચાવવા કૂદી જનારા  છાત્રોના અવસાન અંગે ગુજરાત ભરમાં અને દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે ત્યારે હિંમતનગર ખાતે આજરોજ સાબરકાંઠા બેન્કની બોર્ડ મિટિંગમાં ચેરમેન મહેશભાઈ પટેલના અધ્યક્ષ પદે મળેલી  સાબરકાંઠા જીલ્લા મધ્યસ્થ બેંકની બોર્ડ મિટિંગમાં મુતક છાત્રોના આત્મા ની શાંતિ માટે બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ ઓ અર્પવામાં આવી હતી તો બેંક ના  ચેરમેન મહેશભાઈ પટેલ , વાઇસ ચેરમેન રાજેન્દ્ર શ્રી ભાટી , ડિરેક્ટર કનુભાઈ એમ..પટેલ ,એમ.ડી .પંકજભાઈ એન.પટેલ અને ડિરેક્ટરો અને બેંકના ચિફ એક્ઝિક્યુટીવ  એચ.પી .નાયક વગેરે સંવેદના કરી હતી અને દુઃખદ અને કમ નસીબ ઘટનામાં મુતક તમામ છાત્રો છાત્રાઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીને શોકાંજલિ અર્પી હતી.

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..