Back

ઇડર ના શેભર ગોગાબાપા ના મંદિરે ચોથો પાટોત્સવ યોજાયો.

વાત્સલ્યમ્ ન્યૂઝ બ્યુરો, સાબરકાંઠા

ઇડર ના શેભર ગોગાબાપા ના મંદિરે ચોથો પાટોત્સવ યોજાયો.


ઇડર ના ભાટીયા ઓઇલ મીલ પાસે આવેલ શેભરના ગોગાના નામ થી પ્રખ્યાત મંદિર માં વિકાસભાઈ નાયક દ્વારા ચોથો પાટોત્સવ યોજવા માં આવ્યો ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું હતું.તેમજ બરફ નું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું જેનું ભક્તો દ્વારા સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દર્શન કર્યા હતા.તેમજ ગોગાબાપા ના મંદિર માં 76 પ્રકાર ની વાનગી નો ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ મંદિર ને ફૂલો થી શણગારવા માં આવ્યું હતું.ગીરીશભાઈ નાયક અને દુર્ગાબેન નાયક યજ્ઞ ના મુખ્ય યજમાન રહ્યા હતા.જયારેયજ્ઞ ના આચાર્ય કપિલભાઈ જોશી ની સાથે સાત બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી યજ્ઞ કરવા માં આવ્યો હતો.આ પાટોત્સવ ને સફર બનાવવા માટે વિકાસભાઈ ની સાથે જીગરભાઈ,મિલાપભાઈ, અનિલભાઈ,મનહરભાઈ, વિજયભાઈ,રોહીતભાઈ,સંદીપભાઈ ને ભારે જહેમત ઉઠાવી બરફ નું શિવલીંગ બનાવી સફળ બનાવ્યો હતો.

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..