Back

હિંમતનગર ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આયુષ્યમાન ભારત અને આયુષ્યમાન મોદીજી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિંમતનગર ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા  આયુષ્યમાન ભારત અને આયુષ્યમાન મોદીજી અંતર્ગત કાર્યક્રમ યોજાયો



સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ૧૭/સપ્ટેમ્બર માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા ના આઠ તાલુકામાં અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલ ( તાલુકા હેલ્થ સેન્ટર ) ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, જયંતિ રવિ ( આરોગ્ય સચિવ ), સાબરકાંઠા જિલ્લાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ હિંમતનગર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જે ડી પટેલ તથા સહકારી ક્ષેત્રના અગ્રણી મહેશભાઈ પટેલ, જેઠાભાઇ પટેલ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા ભારત દેશના લોકલાડીલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વધુમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ સાબરકાંઠા દ્વારા ૫૫૦ જેટલા અંગદાન સ્વેચ્છાએ દાતાઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રી જનકલ્યાણ કારી યોજના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે હિંમતનગરના ગરીબોના મસિહા ગણાતા શ્રી અશોકભાઈ સથવારા ને પ્રમુખ ની વરણી થયેલ હતી તેમનું પણ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જોડાયા હતા સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગુજરાત યુવક બોર્ડ ઝોન પ્રભારી શ્રી બીપીન ભાઈ ઓઝા, તથા સાબરકાંઠા જિલ્લા સંયોજક શ્રી મંથન ભાઈ પંચાલ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી



ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..