Back

હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન

હિંમતનગરના પાણપુર પાટીયા વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા પાણપુર પાટીયા વિજાપુર રોડ પાસે પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાઈ રહી છે પાણપુર પાટિયા વિસ્તાર સવગઢ ગ્રામ પંચાયત હદ માં આવતું હોવાથી પંચાયત દ્વારા  ગંદકી દૂર કરવામાં આવતી નથી તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે અને સવગઢ ગ્રામ પંચાયત દ્વારા ગંદકી દૂર કરવા માં આવતી નથી ગંદકી જોતા તો એવું માની શકાય છે કે જો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં નહીં આવે તો તે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તો શું સવગઢ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી આ બાબતને લઇ મૌન છે..?? પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરવામાં નહીં આવે તો રોગચાળો પણ ફાટી નીકળ વાની શક્યતા ખરી આ બાબતે સ્થાનિક લોકોનું કહેવું છે કે વારંવાર તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં પણ જાણ કરવા છતાં તંત્ર દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી નથી હવે જોવું રહ્યું સવગઢ ગ્રામ પંચાયતના પદાધિકારી કેટલા સમયમાં સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત નુ સપનું પૂરું કરશે અને રોગચાળામાં ભોગ બનનાર ને અટકાવશે તે જોવું રહ્યું


 

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..