Back

સાબરકાંઠામાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઇ..

સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા રૂપિયા ૧.૪૦.૭૯૭/-મુદ્દામાલ સહિત જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો  દિનપ્રતિદિન વધી રહ્યા છે આવા ગુનાઓ ઉપર અંકુશ મૂકવા તથા અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાના સૂચનાને આધારે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે સખત પેટ્રોલિંગ કરતાં સમયે પ્રાંતિજમાં મોબાઈલ ની દુકાન માં થયેલ ચોરી અને ઈડર ખાતે થયેલ સોના ચાંદી ની દુકાન માં ચોરી અંગે પોલીસ ને બાતમીને આધારે તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી હિંમતનગર બસ સ્ટેશન પાસે ઓટો રીક્ષામાં ચાર ઇસમો આવેલ હોય તેવી ચોક્કસપણે બાતમી મળતા પોલીસે તેમને કોર્ડન કરી પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ ના મળતા  શંકાને આધારે પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળેલ કે જિલ્લામાં ઘરફોડ ચોરીના જુદાજુદા વિસ્તારમાં જુદી જુદી પ્રકારની ચોરી માં કુલ ટોટલ જિલ્લામાં ૧૪ જેટલા ગુના કબૂલ કરેલ હતા જ્યારે લોકલ ક્રાઇમ બ્રાંચે કુલ ૪ આરોપીઓ પાસેથી રૂપિયા ૧.૪૦.૭૯૭/-મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓને સોપવામાં આવેલ છે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ ઘરફોડ ચોરીના ગુનામાં વધુ એક સફળતા મળી

 

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..