Back

વડાલી પોલીસ સ્ટેશનની હદમાંથી સાબરકાંઠા એલસીબી વિદેશી દારૂ પકડી પાડડયો


             સાબરકાંઠા જીલ્લાના વડાલી પો.સ્ટે. ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૧૫૬ તથા અલ્ટો ગાડી મળી કુલ્લે કિ.રૂ. મળી કુલ્લે કિ.રૂ. રૂ. ૨,૭૪,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી  પાડતી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ 

              સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સુચના અને  સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ પો.સ.ઇ.શ્રી.જે.એમ.પરમાર તથા એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી અસરકારક બાતમી મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતી નાબુદ કરવા બાતમીદારો રોકી બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે, ‘‘ એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નંબર પ્લેટ વગરનીમાં દલપતભાઇ ગેમરભાઇ રબારી રહે.ઉંડવા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા નાનો ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને ખેડબ્રહ્મા તરફથી અંદરના રસ્તે થઇ વડાલીના મેધ-ધરોધ રોડ થઇ આવનાર છે ’’ જે બાતમી હકીકત આધારે મેધ ગામ નજીક મેધ થેરાસણા રોડ ઉપર વાહનો ચેક કરવાનુ ચાલુ કરેલ તે દરમ્યાન મેધ તરફથી બાતમી મુજબની એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનની અલ્ટો ગાડી નંબર પ્લેટ વગરની આવતા તે ગાડી રોકવા નાકાબંધી કરી ખાનગી વાહન થી આડાશ કરતાં સદર ગાડીનો ચાલક ગાડી અચાનક ગાડી ઉભી રાખી ગાડીમાંથી ઉતરી ખેતરો તરફ થઇ ભાગવા લાગેલ જે દલપતભાઇ ગેમરભાઇ રબારી રહે.ઉંડવા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા નાનો હતો સદરી ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૭૪,૪૦૦/-નો મુદ્દામાલ તથા નંબર પ્લેટ વગરની સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો ગાડી કિ.૨,૦૦,૦૦૦/- મળી કૂલ રૂ.૨,૭૪,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ગાડી મુકી ભાગી ગયેલ આરોપી દલપતભાઇ ગેમરભાઇ રબારી રહે.ઉંડવા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા વિરૂધ્ધ વડાલી પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૫૨૫૩/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨) મુજબનો ગુન્હો દાખલ કરાવી ગણનાપાત્ર કેસ કરેલ છે. તા.૨૨/૦૮/૨૦૧૯

                                                                                      

                                                                                     

                                                                               

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..