Back

સાબરકાંઠા એલસીબીએ ખેરોજ પાસેથી વિદેશી દારૂ તથા આ કામમાં વપરાયેલ કારને ઝડપી પાડવામાં સફળતા


   સાબરકાંઠા જીલ્લાના ખેરોજ પો.સ્ટે.ના ખેરોજ ત્રણ રસ્તા ઉપરથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ ૮૧ તથા રીત્સ ગાડી મળી કુલ્લે કિ.રૂ. મળી કુલ્લે કિ.રૂ. રૂ. ૨,૨૮,૯૦૦/- નો મુદ્દામાલ ઝડપી  પાડતી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ 

     સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓની સુચના અને  સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ પો.સ.ઇ.શ્રી.જે.એમ.પરમાર તથા એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી અસરકારક બાતમી મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતી નાબુદ કરવા બાતમીદારો રોકી બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે, ‘‘રાજસ્થાન રાજયના પાથરપાડી ઠેકા ઉપરથી એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની રીત્સ ગાડી નંબર જીજે ૦૧ કે.એન. ૯૫૨૩ ની ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને આવે છે અને અમદાવાદ તરફ જનાર છે’’’ જે બાતમી હકીકત આધારે ખેરોજ ત્રણ રસ્તા ખાતે કોટડા છાવણી તરફથી આવતા વાહનો ચેક કરવાનુ ચાલુ કરેલ તે દરમ્યાન કોટડા છાવણી તરફથી બાતમી મુજબની એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની રીત્સ ગાડી નંબર જીજે ૦૧ કે.એન. ૯૫૨૩ ની આવતી જણાતાં તેને અમો તથા સાથેના પોલીસ સ્ટાફના માણસોએ હાથથી ઇશારો કરી રોકવા પ્રયત્ન કરેલ જેથી સદર ગાડી ઉભી રહેલ અને ગાડીમાં એક ચાલક તથા તેની સાથે એક બીજો ઇસમ બેઠેલ હોઇ જે ઇસમ ગાડીનો દરવાજો ખોલી દરવાજો ખોલી અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ અને ગાડીની ડ્રાયવર સીટમાં બેઠેલ ઇસમને પકડી લીધેલ અને ગાડીમાં જોતા  ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની છુટી બોટલ નંગ ૮૧ કિ.રૂ. ૨૮,૯૦૦/- તથા સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનનીની  રીત્સ  ગાડી નંબર- જીજે ૦૧ કે.એન. ૯૫૨૩ ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. કિ.રૂ. રૂ. ૨,૨૮,૯૦૦/- નો મળી આવતા સદરી ખેરોજ પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૫૧૧૬/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧, ૮૩, ૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કરાવી ગણનાપાત્ર કેસ કરેલ છે. તા.૨૧/૦૮/૨૦૧૯

                                                                                           

                                                                                   

                                                                               

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..