Back

સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસ સ્ટેશનના તાજપુર કેમ્પ ત્રણ રસ્તા પાસેથી સાબરકાંઠા એલસીબીએ ઇંગ્લિશ દારૂ તથા મારુતિ ઈકો ઝડપી પાડવામાં સફળતા


                   સાબરકાંઠા જીલ્લાના તલોદ પો.સ્ટે. ના તાજપુર કેમ્પ ત્રણ રસ્તા રોડ ઉપરથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પટીઓ નંગ-૧૫ બોટલ નંગ ૧૮૦ તથા ઇકો ગાડી મળી કુલ્લે કિ.રૂ. ૨,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી  પાડતી સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ 

              સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા તથા અસરકારક કામગીરી કરવા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય મંડલીક સા.શ્રી નાઓએ આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ પો.સ.ઇ. શ્રી.જે.પી.રાવ. તથા એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી બાતમીદારો રોકી અસરકારક બાતમી હકીકત મેળવી નાકાબંધી કરી પ્રોહીબીશનની પ્રવૃતી નાબુદ કરવા આપેલ સુચના મુજબ બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળેલ કે, ‘‘એક સિલ્વર કલરની ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ ની ઇગ્લીશદારૂ ભરી શામળાજી આશ્રમ તરફ થઇ દાવલી, મેઢાસણ થઇ લીંભોઇ થઇ નીકળનાર છે’’  જે બાતમી હકીકત આધારે તાજપુર કેમ્પ ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી રોડ ઉપર આડાશ ઉભી કરી વોચમાં ઉભા રહી આવતા જતા વાહનો ચેક કરતા હતા તે દરમ્યાન તાજપુર કેમ્પ ગામ તરફથી ઉપરોક્ત બાતમીવાળી સિલ્વર કલરની ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ આવતા હાથથી ઇશારો કરતા ગાડીના ડ્રાયવરે ગાડી રોકેલ જે ઇકો ગાડીમાં જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૫ જેમાં બોટલ નંગ-૧૮૦  કિ.રૂ.૭૨,૦૦૦/-નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી નંબર જીજે. ૩૮ બી.એ. ૩૬૦૮ ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/ મળી કૂલ રૂ.૨,૭૨,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી પૃથ્વીરાજસિંહ જશુભા ગોહિલ રહે.૧૨૩, દરબાર ગઢ,રેવાતા.ઉમરાળા, જી.ભાવનગર, હાલ રહે.સાણંદ, ભાનુરથ સોસાયટી, તા.સાણંદ જી.અમદાવાદ (૨) વિશાલ નામનો માણસ જેના પુરા નામની ખબર નથી રહેવાસી રાયપુર, ડોડીસરા નાઓ વિરૂધ્ધ તલોદ પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૫૨૫૬/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક. ૬૫એઇ,૮૧,૮૩, ૧૧૬બી, ૯૮(૨) મુજબનો ગુન્હો દાખલ કરાવી ગણનાપાત્ર કેસ કરેલ છે. તા.૦૩/૦૯/૨૦૧૯

                                                                                      

                                                                                     

                                                                              

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..