Back

બિનકાયદેસર બંદુક સાથે બે આરોપી પકડી પાડ્યા

 સાબરકાંઠા જીલ્લાના વડાલી પો.સ્ટે. વિસ્તારના ટોકરા વસાહત ગામની સીમમાંથી પરવાના વગરની ફુલ્લીદાર દેશી બંદુક નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી. સાબરકાંઠા

સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી. ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સા.શ્રી નાઓએ જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા અને અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ પો.સ.ઇ શ્રી જે.પી.રાવ તથા પો.સ.ઇ.શ્રી.જે.એમ.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફના પોકો પ્રકાશભાઇ, પો.કો. વિજયભાઇ, પોકો વિક્રમસિંહ, પો.કો. સનતકુમાર, પોકો ઝાહીદહુસેન, પોકો અનિરૂધ્ધસિંહ, પોકો પ્રહર્ષકુમાર, તથા ડ્રા.પો.કો. ચંન્દ્રસિંહ વિગેરે એલ.સી.બી. શાખાના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમો બનાવી અસરકારક કામગીરી કરવા મોકલી આપેલ જે દરમ્યાન પો.સ.ઇ.શ્રી જે.પી.રાવ નાઓને ‘‘ રાજસ્થાન બાજુના કેટલાક ઇસમો ગેરકાયદેસર રીતે પરવાના વગરના હથીયારો લઇ ટોકરા વસાહત ગામની સીમમાં આવેલ ખેતરોમાં શીકાર કરવા માટે ફરે છે ’’ જે બાતમી આધારે ઉપરોકત બન્ને ટીમોએ ટોકરા વસાહત ગામની સીમમાં આવી ચાલતા ટોકરા વસાહત ગામની સીમમાં ફરતા હતા તે દરમ્યાન એક વાર બંદુકમાંથી ગોળી છુટવાના ધડાકો સંભળાતા તે ધડાકાના અવાજ વાળી દિશામાં જતા બે ઇસમો તેમના હાથમાં ફુલ્લીધદાર દેશી બનાવટની બંદુક સાથે ચાલતા જતા હોઇ તેમને દોડીને કોર્ડન કરી આરોપી નં. (૧) મોહનભાઇ સવસિંહ સોલંકી, ઉવ-૩૫, રહે.બિલવન, તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન નાને ક. ૧૪/૦૦ વાગે તથા આરોપી નં. (૨)   ભવરલાલ વરદાજી ગરાસીયા, ઉવ-૩૩, રહે.કૌચા, તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન નાઓને ક. ૧૪/૧૦ વાગે પકડી તેમની પાસેથી ગે.કા. વગર લાયસન્સે તેમના કબજામાં દેશી બનાવટની ફુલ્લી દાર સીંગલ બેરલ બંદુક-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી આવતાં ઉપરોક્ત બંને આરોપીઓ વિરૂધ્ધ વડાલી પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૦૭૭/૧૯ , તથા વડાલી પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૦૭૮/૧૯   ધી આમ્સૅસ એક્ટ ૧૯૫૯ની કલમ ૨૫ (૧-બી) એ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ બે ગુન્હા દાખલ કરાવી આરોપીઓ તથા મુદ્દામાલ વડાલી પો.સ્ટે. ખાતે સોપેલ છે. તા.૨૬/૦૮/૨૦૧૯


                                                                                           

                                                                                          

                                                                                         

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..