Back

પ્રાંતિજ અવરઓન ઇગ્લીંશ મીડીયમ સ્કુલ નું ૯૭ ટકા પરીણામ.

ઉમંગ રાવલ દ્વારા....

ચાર વિધાર્થીઓ સ્કૂલમાં પ્રથમ, દ્વિતીય, તૃતિય સ્થાન મેળવ્યું.

પ્રથમ સ્થાન પર જીત વિષ્ણુભાઇ પટેલ ૯૯.૬૨ પર્સન્ટેજ સાથે છે. તેમણે ગણિતમાં ૧૦૦માંથી ૯૯, વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૯૬ માર્કસ પ્રાપ્ત કર્યા છે.

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત  ભરમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષા નું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં પ્રાંતિજ ખાતે આવેલ અવર ઓન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ નું ૯૭ ટકા પરિણામ આવ્યું.

પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓ પૈકી અવર ઓન ઇગ્લીંશ મીડીયમ સ્કૂલ ખાતે ચાલુ સાલે લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું તો શાળાનું ૯૭ ટકા પરિણામ આવ્યું હતું. તો અવર ઓન ઇગ્લીંશ મીડીયમ સ્કુલમાં પ્રથમ સ્થાને જીત વિષ્ણુભાઇ પટેલ ૯૯.૬૨ પર્સન્ટેજ મેળવ્યા છે તો ગણિત માં ૧૦૦ માંથી ૯૯ માર્કસ અને વિજ્ઞાન માં ૧૦૦ માંથી ૯૬ માર્કસ પ્રાપ્ત કર્યા છે. તો દ્રતિય નંબરે કેયુરી શૈલેષભાઈ પટેલ ૯૮.૫૨ પર્સન્ટેજ અને તૃતિય ક્રમે જીત તરુણભાઇ ભાવસાર અને કુણાલ મહેન્દ્રસિંહ રાઠોડ ના ૯૬.૩૦ પર્સન્ટેજ સાથે બે વિધાર્થીઓ આવ્યા છે. જયારે શાળા ના તમામ બાળકો પરીક્ષામાં ઉતીર્ણ થયા છે તો શાળા ના અદ્ભુત પરીણામ બદલ શાળાના વિધાર્થીઓને તથા આ ચારેય વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં તો ચારેય વિધાર્થીઓએ પોતાના પરિવાર સમાજ શાળાનું નામ રોશન કર્યું છે તો શાળાના મંત્રી રઇશભાઇ કસ્બાતી, આર્ચાય રેખા બેન ગુપ્તા તથા શાળા સ્ટાફ પરિવાર દ્વારા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..