Back

પ્રાંતિજ પોલીસની હદમાંથી પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

-હિંમતનગર ખાતે ૫૭,૩૬૧ બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું . - ૧,૩૪,૩૯,૮૩૯ નો વિદેશી દારૂ નો હિંમતનગર ખાતે લઈ જઇ નાશ કરાયો . ૯૬ ગુનાઓનો પકડાયેલો વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો . સાબરકાંઠા જિલ્લાના પાતિજ પોલીસ સ્ટેશન ની હદ માંથી પકડાયેલ ૧,૩૪ , ૩૮ , ૮૩૯ નો વિદેશી દારૂ નો નાશ હિંમતનગર ખાતે લઈ જઇ ને કરવામાં આવ્યો . પ્રાંતિજ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ની હદ માંથી ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં પ્રાંતિજ તથા તાલુકા માંથી જુદા જુદા સ્થળો એથી ૯૬ ગુનાઓ મા પકડાયેલ વિદેશી દારૂ ૭ આઈશર ૫૭,૩૬૧ બોટલ જેની કિંમત ૧,૩૪,૩૯,૮૩૯ જે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ એસડીએમ સોનલબા પઢેરીયા ની નિગરાની હેઠળ હિંમતનગર ખાતે લઈ જઇ તેની ઉપર તંત્ર નું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ એસડીએમ સોનલબા પઢેરીયા , નાયબ પોલીસ અધિક્ષક કે.એચ..સૂર્યવંશી , પ્રાંતિજ મામલતદાર આર.કે.પટણી , નશાબંધી અધિકારી એસ.પી.વાધેલા , નાયબ મામલતદાર ડી.એલ. રાઠોડ , નાયબ મામલતદાર મનુસિહ , પ્રાંતિજ પીઆઇ કે.એસ.બ્રહ્મ ભટ્ટ , પ્રાંતિજ પીએસાઇ એમ.બી.ગજ્જર , સહિત પ્રાંતિજ પોલીસ સ્ટાફ , હિંમતનગર ગ્રામ્ય પોલીસ , પ્રાંતિજ રેવન્યુ સ્ટાફ , પ્રાંન્ત વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહીને પ્રાંતિજ થી પકડાયેલો વિદેશી દારૂ સાત આઈશર ભરી ને હિંમતનગર ખાતે લઈ જઇ ૧,૩૪,૩૯,૮૩૯ ના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બુલડોઝર ફેરવી દઇ ને સંપુર્ણ રીતે નાશ કરવામાં આવ્યો હતો . ઉમંગ રાવલ 9409153069 સાબરકાંઠા

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..