Back

પ્રાંતિજ ના પોગલુ ખાતે સાંસદ દિપસિંહ રાઠોડ ને સાકરથી તોળવામાં આવ્યા .

ઉમંગ રાવલ દ્વારા....

પ્રાંતિજ 

ચુંટણી માં જીત થતાં પોગલુ ગામે પટેલ પરિવાર દ્વારા સાકર થી તોલાયા. ભાજપ કાર્યકરો આગેવાનો સહિત પોગલુ સરપંચ ઉપસ્થિત રહ્યાં હતાં. પોગલુ મંદિર ખાતે સાકરથી તોલવામા આવ્યા.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના પોગલુ ખાતે આવેલ વારાહીમાતાના મંદિર ખાતે જવલંત વિજય મેળવીને સતત બીજીવાર વિજય થયેલ સાંસદ દિપસિહ રાઠોડને પટેલ પરિવાર દ્વારા સાકર થી તોલવામા આવ્યા.

તાજેતરમાંજ લોકસભા ની ચુંટણીમાં જવલંત વિજય મેળવી ને સતત બીજીવાર વિજયથયેલ સાંસદ દિપસિહ રાઠોડને પોગલુ ખાતે રહેતા પટેલ શામળદાસ કાલીદાસ પટેલ પરિવાર દ્વારા સાકરથી તોલવામા આવ્યા હતાં તો સાકર થી તોલી ને વિજય થયેલ સાંસદ દિપસિહ રાઠોડ નું શ્રી વારાહીમાતાના મંદિર ખાતે બહુમાન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે મંદિરના મહંત સુનીલદાસજી મહારાજ, ગામના સરપંચ રમીલાબેન પટેલ, પૂર્વ સરપંચ રમેશભાઇ પટેલ ગામના આગેવાનો તથા ર્ડા.એન.કે.ડેરિયા તથા ભાજપ કાર્યકરો આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તો સાંસદ દિપસિહ રાઠોડે પોગલુ ગામજનો સહિત તાલુકાના લોકો તથા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લોકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે જીત મારી નહી પણ તમારા લોકો ની જીત થઈ છે અને તમામે તમામ લોકોનો હદય પૂર્વક આભાર માન્યો હતો.

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..