Back

પ્રાંતિજ નગરપાલિકા સુરત ધટના બાદ ઊંઘતું જાગ્યું .

ઉમંગ રાવલ દ્વારા....

ફાયર સુવિધા વગર ચાલતા કલાસીસ મળી આવ્યા.

ફાયર સેફટી વિનાના કલાસીસ બંધ કરાવ્યાં .

ત્રણ ક્લાસીસ માં સીલ માર્યું  .

સુરત ની ધટના બાદ રજા દિવસે પણ પાલિકા દોડતી થઈ .

સુરતમાં ટ્યુશન ક્લાસીસ માં લાગેલ આગ ના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ફાયર સહિતના સલામતી માટેના પગલા માટે શિક્ષણ તંત્ર અને વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ પ્રાંતિજ ખાતે એક ટીમ બનાવી ખાનગી ટ્યુશન ક્લાસીસ માં નોટિસ આપી સીલ માર્યું .

પ્રાંતિજ ખાતે પણ ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે જ્યાં સલામતી અને સેફટી અંગે ના પગલા બાબતે સંચાલકોનું સારો ઉદાસીન વલણ જોવા મળ્યું હતું તો પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેશન ખાતે પણ ખુદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર ખાતે આવેલ વિવેકાનંદ માં ચાલતુ જયુપિટર એકડમી અને ભાખરીયા બસસ્ટેન્ડ શાકભાજી માર્કેટ ઉપર ચાલતુ આ.ટી.વિઝન કોમ્પ્યુટર કલાસીસ તથા એપ્રોચરોડ ત્રણ રસ્તા ઉપર આવેલ શંકર રેવન્યુ શોપીંગ માં આવેલ વિવેકાનંદ એકેડમી કલાસીસ માં ફાયર સેફટી ને લઇને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા  નોટિસ મારી સીલ કરાવવામાં આવ્યુંહતું તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલ  , સેનેટરી વિભાગ ના કર્મચારી પ્રિયાસ પટેલ , નગર પાલિકા કર્લાક  ચિન્ટુ ભાઇ  , ફાયર કર્મચારી મુકેશભાઇ પરમાર  , ગોપાલભાઇ પટેલ  સહિત ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ફાયર સેફટી વગર ચાલતાં કલાસીસ બંધ કરાવ્યાં હતા અને ત્રણ જગ્યાએ સીલ માર્યું હતું .

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..