Back

પ્રાંતિજ વહીવટી તંત્ર ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ બન્યું.

પ્રાંતિજ વહીવટી તંત્ર ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ બન્યું .

તાલુકાના બુથો માટે ઇ.વી.એમ મશીનો તેમજ વી.વી.પેડ નું વિતરણ. તંત્ર એ પણ આખરી ઓપ આપ્યો ૩૦૫ બુથ ઉપર E.V.M,  V. V.Pat મશીનો સાથે કર્મચારીઓ રવાના.

ગુજરાત ભરમાં યોજાનાર લોકસભાની ચૂંટણી ને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ૩૦૫ બુથો ઉપર ૩૦૫ .વીએ.મ મશીન તથા વી.વી.પેડ સાથે કર્મચારીઓની ટીમો રવાના કરવામાં આવી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઈને પાંચ સાબરકાંઠા ના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ ૨૩ મી ના રોજ યોજાનાર ચૂંટણીને લઈને પ્રાંતિજ ચૂંટણી અધિકારી સોનલબા પઢેરીયા  દ્વારા ૩૦૫ બુથો માટે ઇવીએમ મશીનોનુ વિતરણ કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ ચૂંટણી અધિકારી દ્વારા ગરમીને લઈને કુલર ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તો કર્મચારીઓને ભોજન આપ્યા બાદ એસટી બસ તથા ઈકોગાડી મારફતે ૩૦૫ બુથ ઉપર ૩૦૫ ઇવીએમ વીવીપેડ મશીનો  સાથે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા હતા તો ૩૦૫ પેકી ૬૪ બુથો સંવેદનશીલ છે આ બુથો ઉપર CPF તેમજ તંત્ર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવનાર છે જ્યારે ૨૫ બુથો ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે તેમજ ૨૫ બુથો ઉપર માઈક્રો ઓબ્ઝર્વર મુકવામાં આવશે જ્યારે દિવ્યાંગ મતદારો માટે ૧૫ સેકટર મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી છે તો દિવ્યાંગ મતદારોને રિક્ષામાં લાંવા લઈ જવામા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે જ્યારે ચૂંટણી પ્રક્રિયામાં  પોલીસ વિભાગ દ્વારા બે પી.આઈબે પી.એ આઇ ૧૨૯ પોલીસ કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ તથા જી.આર.ડી ના ૧૯૬ અને સીઆરપીએફ ના-૨૬ જવાનો  ચુસ્ત બંદોબસ્ત માટે ખડેપગે ફરજ બજાવશે.

અહેવાલ  - ઉમંગ રાવલ

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..