Back

લાખોના ખર્ચે બનાવેલ કોમ્યુનિટી હોલમાં તોડફોડ બાદ ઓઇલનો છંટકાવ

પ્રાતિજમાં ભોઇવાસ ખાતે લાખોના ખર્ચે બનાવેલ કોમ્યુનિટી હોલમાં તોડફોડ બાદ ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો.

અસમાજિક તત્વો દ્વારા તોડફોડ કરી ઓઇલ છાંટી કાળા કલર નો છંટકાવ કર્યો, સરકારી માલમિલકતને લાખોનું નુકસાન પોહચાડયુ, નગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો હતો.          

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શીગોડી  ભોઇવાસ ખાતે લાખો રૂપિયાના ખર્ચે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ માં તોડફોડ બાદ કાળો કલર ઓઇલ નો છંટકાવ કરવામાં આવ્યો તો કેટલાક અસામાજિક તત્વો દ્વારા નવીન બનેલ કોમ્યુનિટી હોલ નો નકશો બદલી નાખ્યો.

પ્રાંતિજ ના ભોઇવાસ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ કે જેનું હજુ લોકા પણ થયેલ નથી તે હોલમાં આજે કોઈક અસામાજિક તત્વો દ્વારા કોમ્યુનિટી હોલ નો મેન દરવાજો સંડાશ બાથરૂમ ના દરવાજા કાચની બારીઓ સહિતની તોડફોડ કરી સરકારી માલમિલકતને મોટું નુકસાન પોહચાડયુ છે તો હોલ ની બહારની દીવાલો ઉપર અને કોમ્યુનિટી હોલમાં ઓઇલ નો છંટકાવ કરવામાં આવે છે તો આ કોમ્યુનિટી હોલ નું કામ શરૂ થવા ની સાથે  એક જ સમાજના બે જૂથો વચ્ચે અંદરોઅંદર અથડામણ થઈ હતી અને આખો મામલો પોલીસ સ્ટેશન સુધી લાંબો થયો છે   તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વિશાલ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ રવિવારની રજા છે અને આ ઘટના આપના દ્વારા મને જાન થઈ છે અને આવતીકાલે અમે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી શું તેવું જણાવ્યું હતું ત્યારે હાલતો કેટલાક  અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે ત્યારે શું પ્રાંતિજ નગરપાલિકા તંત્ર દ્વારા આવા લોકો સામે ફરિયાદ કરશે કે શું એ તો હવે જોવું રહ્યું.

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..