Back

પ્રાંતિજ ખાતે જાયન્ટ્સગૃપના પાંચ પ્રમુખોના શપથવિધિ સમારોહ યોજાયો.

ઉમંગ રાવલ દ્વારા....

પ્રાંતિજ 

પ્રાંતિજ તથા તાલુકા માંથી લોકો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા  .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત જાયન્ટ્સ ગૃપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ તથા જાયન્ટ્સગૃપ ઓફ પ્રાંતિજ સહેલી જાયન્ટસ ગૃપ પોગલુ  તથા યંગ જાયન્ટ્સ પ્રાંતિજ ગોલ્ડ ના પ્રમુખોનો શપથવિધિ સમારોહ યોજાયો .

પ્રાંતિજ ખાતે સોમવાર  ના રોજ રતિલાલ ગો પરીખ વ્યામશાળા  ખાતે જાયન્ટ્સગૃપના પાંચ  પ્રમુખોનો શપથવિધિ સમારોહ યોજાયો હતો જેમાં આવનાર મહેમાનો દ્વારા દિપ પ્રાગટય બાદ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તો પ્રાંતિજ ખાતે ના જાયન્ટસ સ્થાપક ર્ડા.એન.કે.ડેરિયા નો મુંબઇ ખાતે ઇન્ટરનેશનલ જાયન્ટસ ગૃપ માં પ્રશનલ કમીટી મા નિમણુંક થતાં પ્રાંતિજ જાયન્ટસ ગૃપ દ્વારા સન્માન કરવામાં આવ્યું .તો આ પ્રસંગે ચક્ષુદાતા ઓના પરિવારો નુ પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો મહેમાનોનું સ્વાગત બાદ શપથવિધિ સમારંભમાં જાયન્ટસ ગૃપ પ્રાંતિજ ના પ્રમુખ તરીકે નિખિલભાઇ સુખડિયા, જાયન્ટસ ગુપ પોગલુ ના પ્રમુખ તરીકે મનુભાઇ રામચંદાણી, જાયન્ટ્સ ગૃપ ઓફ પ્રાંતિજ ગોલ્ડ ના પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઇ દેસાઇ, જાયન્ટ્સ ગૃપ ઓફ પ્રાંતિજ સાહેલી ના પ્રમુખ તરીકે દિપ્તીબેનબ્રહ્મભટ્ટ અને યંગ જાયન્ટ્સ પ્રાંતિજ ગોલ્ડના પ્રમુખ તરીકે મંથન બારૈયાએ પ્રમુખ તરીકે ના શપથલીધા હતાં. જયારે જાયન્ટ્સ ના સભ્યોએ પણ શપથલીધા હતાં તો મનુભાઇ રામચંદાણી, દિપ્તીબેન બ્રહ્મભટ્ટ, નિખિલભાઇ સુખડિયા, મંથન ભાઇ બારૈયા ફરી પ્રમુખ તરીકે ફરી બીજી ટમ માટે રીપીટ થયા હતાં.

આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ, પ્રાંતિજ ખાતે જાયન્ટસ સ્થાપક એન.કે.ડેરિયા, મહંત સુનીલદાસજી મહારાજ, જાયન્ટસ ફેડરેશન પ્રમુખ વજેશભાઇ ભાવસાર, હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ, મિતેશભાઇ શાહ સહિત જાયન્ટ્સ ગૃપના સભ્યો સહિત લોકો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતાં. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હરેશભાઇ દરજી દ્વારા આવ્યું હતું.

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..