Back

પ્રાંતિજના કાલીપુરા શ્રી મહાકાલી માતા ના મંદિરે ૨૨ મો પાટોત્સવ યોજાયો.

અહેવાલ,ઉમંગ રાવલ દ્વારા

પ્રાંતિજના કાલીપુરા શ્રી મહાકાલી માતા ના મંદિરે ૨૨ મો પાટોત્સવ યોજાયો.

હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા .

ધર્મપ્રેમી લોકો સહિત માઇભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના કાલીપુરા ગામમાં આવેલ શ્રી મહાકાલી માતાજીના મંદિર ખાતે ૨૨ મો પાટોત્સવ યોજાયો જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી માઇભકતો ધર્મપ્રેમી લોકો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી .

હિંમતનગર-તલોદ રોડ ઉપર આવેલ પ્રાંતિજ તાલુકા ના કાલીપુરા ગામે આવેલ પૌરાણિક અને પ્રાચિન સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે ૨૨ મો પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવસ દરમ્યાન શ્રી મહાકાલી યુવક મંડળ તથા મંદિર ના ટ્રસ્ટીગણ દ્વારા હોમ હવન પૂજા આરતી ધજા રોહન સહિત ના આયોજન કરવામાં આવ્યું હતું તો અહી નવરાત્રી નો મહિમા વધારે છે તો નવરાત્રી દરમ્યાન સાતમ-આઠમ નો રાત્રી નો મેળો ભરાય છે તો પ્રાંતિજ સહિત  આજુબાજુમાં રહેતા લોકોએ મંદિર ખાતે આવી માતાજીના દર્શન કરી હવનના દર્શન કરી પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી તો 22 મો પાટોત્સવ માં સાબર ડેરીના ડિરેક્ટર તથા સહકારી આગેવાન ભોગીલાલ પટેલ ના પરિવારે હોમ હવનમાં યજમાન પદે લાભ લીધો હતો તો  મંદિરના પ્રમુખ કિરીટભાઈ પટેલ મંત્રી સતિષભાઈ પટેલ પુજારી વસંતભાઈ પટેલ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો તથા મહાકાલી યુવક મંડળ દ્વારા ૨૨ મા પાટોત્સવ ની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી તો મંદિર વ્યવસ્થાપકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .

 અહેવાલ:- ઉમંગ રા

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..