Back

પ્રાંતિજ ખાતે ફાયર સેફ્ટી ને લઇને સરકારી કચેરીઓ મા જ દિવાતળે અંધારૂ.

ઉમંગ રાવલ દ્વારા....  

પ્રાંતિજ 

ફાયર સેફ્ટી બોટલ શોભાના ગાંઠીયા સમાન. છેલ્લા બે વર્ષથી એકસ્પાઇટડેટ થઇ પડી છે. તંત્ર ખુદ ઊંઘતું ઝડપાયું.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તાલુકા સેવાસદનમાં જ ફાયર સેફટી ને લઇને હાલતો દિવા તળે અંધાળુ હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે. તો અહી ફાયર સેફટી ને લઇને બોટલો તો દિવાલ ઉપર જોવા મળે છે. પણ એકસ્પાઇટડેટ થઇ જતાં માત્ર શોભના ગાંઠીયા સમાન છે.

સુરતમાં ટયુશન કલાસીસ માં લાગેલ આગ ની ધટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફટી ના નિયમો ને લઇને કડકમાં કડકપગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે ભરચક્ક વિસ્તારો સહિત સ્કૂલ કોલેજ, ગેસ્ટ હાઉસો સહિત ફાયર વિભાગ ટીમ, નગરપાલિકા ટીમ, મામલતદાર કચેરી ટીમ, તાલુકા પંચાયત કચેરીની ટીમ દ્વારા વિવિધ ભીડ ભાડ વિસ્તારો સહિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો નવાઈ ની વાત તો એ છે કે જયા દિવસ દરમ્યાન હજારો ની સંખ્યા માં ખેડૂતો સહિત નગરજનો તાલુકા ના લોકો ની દિવસ દરમ્યાન હજારો લોકોની અવરજવર છે તે તાલુકા સેવાસદન માં જ ફાયર સેફટી ને લઇને હાલ તો દિવાતળે અંધાળુ હોય તેવું લાગી રહ્યું છે. અહીં ફાયર સેફટી માટે ની બોટલો તો દિવાલ ઉપર ઠેરઠેર જગ્યાએ લગાયેલી છે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી એકસ્પાઇટડેટ થયેલ છે તો અહીં આવેલ લીફ્ટ માં પણ કોઈ જાત ની ફાયર સેફટી ની સુવિધા જોવા મળી નહતી તો હાલતો માત્ર ફાયર સેફટી ને લઇને તાલુકા સેવાસદન ની દિવાલો ઉપર ઠેરઠેર ફાયર સેફટી બોટલો તો ટીગાયેલી જોવા મળે છે. પણ શોભાના ગાંઠીયા જેમ હોય તેવુ સ્પસ્ટ પણે જણાઈ આવે છે તો આ અંગે પ્રાંતિજ મામલતદાર આર.કે.પટ્ટણી ને પુછતા તેવોએ જણાવ્યું કે બે દિવસ થી અમે ફાયર સેફટી ની બોટલો અમુક નવી અને જે છે તે તારીખ વિતી ગઇ હોવાથી રીન્યુઅલ કરવા માટે આગળની પ્રોસજ કરી દેવામાં આવી છે. અને આજકાલ માં પૂર્ણ થઇ જશે તો હાલતો સરકારી કચેરીઓમાજ દિવા તળે અંધાળુ જોવા મળતાં બીજા લોકો ની તો વાત જ શું જ કરવી.

પ્રાંતિજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..