Back

જિલ્લા વિકાસ અધિકારીનો પ્રજાલક્ષી અભિગમ: ચોમાસામાં ક્ષતિ પામેલા માર્ગોની સમયમર્યાદામાં મરામત કરાવી

જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાનો પ્રજાલક્ષી અભિગમ: ચોમાસામાં ક્ષતિ પામેલા માર્ગોની સમયમર્યાદામાં મરામત કરાવી જિલ્લાના કુલ ૨૦૬ રસ્તાઓમાં ૧૭૫.૯૬ કિ.મીની મરામતની કામગીરી (પેચવર્ક) સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી સુરત જિલ્લાના તમામ તાલુકામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓને રિપેર કરાયા

જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ પ્રજાલક્ષી અભિગમ દાખવતાં  ચોમાસામાં ક્ષતિ પામેલા માર્ગોની સમયમર્યાદામાં મરામત પૂર્ણ કરાવી છે. સુરત જિલ્લાના તમામ તાલુકામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાઓને રિપેર કરાવી આદર્શ વહીવટનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓની સમયસર મરામત કરવા માટે આપેલી સૂચના મુજબ સુરત જિલ્લાના મુખ્ય અને અન્ય જિલ્લા માર્ગ, ગ્રામ્ય માર્ગ (પ્લાન અને નોન પ્લાન) મળી કુલ ૨૦૬ રસ્તાઓમાં ૧૭૫.૯૬ કિ.મીની મરામતની કામગીરી (પેચવર્ક) સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

સુરત જિલ્લા પંચાયત હેઠળના નવ તાલુકાઓના કુલ ૫૩ મુખ્ય જિલ્લા માર્ગની લંબાઇ ૨૪૪.૭૮ કી.મી, ૫૦ અન્ય જિલ્લા માર્ગની લંબાઇ ૨૫૯.૭૭ કી.મી,૩૧૦ ગ્રામ્ય માર્ગ (પ્લાન) જેની લંબાઇ ૮૬૬.૫૮ કી.મી અને ગ્રામ્ય માર્ગ (નોન પ્લાન) ૭૬૨ જેની લંબાઇ ૧૬૬૨.૫૫ કી.મી છે. સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદના કારણે રસ્તાઓની સપાટીને નુકસાન થયું હતુ. જેની નિભાવણી તથા મરામતની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી છે. મરામતપાત્ર રસ્તાઓની વિગતો આ મુજબ છે. (૧) મુખ્ય જિલ્લા માર્ગ:-૨૧, જેની કુલ લંબાઇ ૧૦૫.૨૨ પૈકી મરામત પાત્ર રસ્તાઓની લંબાઇ કી.મી:-૩૩.૨૯ (૨) અન્ય જિલ્લા માર્ગ :- ૧૬,જેની કુલ લંબાઇ ૮૭.૭૯ કી.મી પૈકી મરામત પાત્ર રસ્તાઓની લંબાઇ ૧૯.૧૯ કી.મી (૩) ગ્રામ્ય માર્ગ (પ્લાન) :-૧૧૭, જેની કુલ લંબાઇ ૩૬૩.૦૫ કી.મી તથા મરામત પાત્ર રસ્તાઓની લંબાઇ ૭૮.૪૬ કી.મી (૪) ગ્રામ્ય માર્ગ (નોન પ્લાન) સંખ્યા :-૫૨, જેની કુલ લંબાઇ:-૯૫.૦૪ તથા મરામતપાત્ર રસ્તાઓની લંબાઇ કી.મી:-૪૫.૦૨ છે. આમ કુલ રસ્તાઓની સંખ્યા:- ૨૦૬, લંબાઇ ૧૭૫.૯૬ કી.મીની મરામતની કામગીરી (પેચવર્ક) સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે.

 

સુરત અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..