Back

શ્રી આપાગીગાના ઓટલે નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવ

દશેરાએ તા.૦૮-૧૦-૨૦૧૯ મંગળવાર સવારે ૯ વાગ્યાથી

સૌરાષ્ટ્રભરમાંથી ૧૦,૦૦૦ હજારથી વધુ, ગરબી મંડળની બાળાઓને સંતો - મહંતોના હસ્તે ભેટપૂજા પ્રસાદી રૂપે અપાશે

ભાવિકો કાર્યકરોને લાભ લેવા મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ દ્વારા જાહેર આમંત્રણ

    શ્રી આપાગીગાના ઓટલાની સેવાના સુવાસથી સમગ્ર ભારત સહીત દેશ વિદેશના અનેરી ખ્યાતી પ્રાપ્ત કરનાર ૧૮ કોમ (વરણ) તેમજ દરેક જ્ઞાતિની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા માં દુર્ગાના નોરતાના પ્રસંગે શ્રી દિવ્યાતિદિવ્ય ભવ્યાતિ ભવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસો સુદ-૧૦ તા.૦૮-૧૦-૨૦૧૯ મંગળવાર દશેરા સુધી દરરોજ બ્રહ્મદેવો દ્વારા સવારથી બપોરે સુધી હોમાત્મક તેમજ પાઠાત્મક હવન કાર્યો  ચાલુ હોય છે.

આ ધાર્મિક મહોત્સવની ઉજવાણી તા.૦૮-૧૦-૨૦૧૯ મંગળવારથી સવારે ૯ વાગ્યાથી કરવામાં આવશે. જેનું બિડુ હોમવાનો તા.૦૮-૧૦-૨૦૧૯ મંગળવાર બપોરના ૪-૧૫ કલાકનો રાખળામાં આવેલ છે. દશેરાના દિવસે સવારે ૧૦ કલાકે માં ભગવતીના અન્નકોટ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્યારબાદ અન્નકોટ પ્રસાદનું ઉપસ્થિત દરેક માં ભગવતીના સ્વરૂપ દિકરીઓને તેમજ મહેમાનોને અન્નકોટ પ્રસાદ તેમજ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા માટે દરેક ગરબી મંડળના સંચાલકશ્રીઓને, દરેક ગરબી મંડળની બાળઓને, દરેક ધર્મપ્રેમી માતાઓ, બહેનો, ભાઈઓ, યુવાનો,બાળકોને તેમજ દરેક કાર્યકતા ભાઇઓ-બહેનોને આમંત્રણ અપાયુ છે._

         આ નવરાત્રી મહોત્સવમાં તા.૦૮-૧૦-૨૦૧૯ મંગળવાર (દશેરા)ના આયોજન નિમિતે માતાજીની આરાધના કરવામાં આવશે. આ આયોજનમાં ભાગ લેનાર ગરબી મંડળમાંથી પ્રથમ ગરબી મંડળ ને રૂ. ૧૧૧૧૧, દ્વિતિય ગરબી મંડળ ને રૂ. ૭૭૭૭, તૃતિય ગરબી મંડળને રૂ. ૫૫૫૫ પુરસ્કાર ઇનામ આપવામાં આવશે. પરંતુ આ ઇનામ મેળવવા માટે તમામ ગરબી મંડળને પોતાનું રજીસ્ટ્રેશન સવારે ૧૦-૩૦ પહેલા કરાવી લેવાનું રહેશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરવનાર દરેક દિકરીઓને લ્હાણી તેમજ રોકડ ભેટ પૂજા આપવામાં આવશે._

આ દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું દિવ્ય નવરાત્રી અનુષ્ઠાન મહામાંગલ્ય મહોત્સવના આ પ્રસંગે વિવિધ ધાર્મિક જગ્યાઓના સંતો મહંતો પાગ  વિશેષ ઉપસ્થ્તિ રહેશે. આ ધાર્મિક પર્વનો લાભ લેવા મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા અનુરોધ કરાયો છે...    રીપોટ.રાહુલ પરમાર ચમારડી

ચોટીલા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..