Back

ચોટીલા ની અનુ.જાતિ આશ્રમ શાળા માં નોટબુક વિતરણ કરવામાં આવ્યું

પત્રકાર વિપુલ દવે

ચોટીલામાં હાઇવે રોડ પર આવેલ અનુ.જાતિ આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ને મૂળ ચોટીલા ના વતની અને હાલ મુંબઈ રહેતા પ્રીતિબેન ભાવેશભાઈ દોઢીવાળા પરિવાર તરફ થી પ્રિતેશભાઈ ખંધાર ના હસ્તે આશ્રમ શાળા ના વિદ્યાર્થીઓ ને નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ના પ્રારંભે આશ્રમ શાળા ના વિદ્યાર્થીઓ એ પ્રાર્થના રજૂ કરી હતી. બાદ આશ્રમ શાળા ના સંચાલક પ્રેમજીભાઈ પરમારે આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. અને દાતાશ્રી નો આભાર માન્યો હતો. બાદ માં ચોટીલ પી.એસ.આઇ. ઠાકરસાહેબ, પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ, મંગલમ હોસ્પિટલ ના પરમાર સાહેબ,ગોપાલ ક્લિનિક ના દવે સાહેબ,રામ-રહીમ ફાઉન્ડેશન ના પ્રમુખ મોહસીનખાન પઠાણ અને મેહુલભાઈ ખંધાર ના હસ્તે વિદ્યાર્થીઓ ને  નોટબુક,પેન્સિલ,રબ્બર અને સંચો એમ આખો સેટ અને નાના વિદ્યાર્થીઓ ને બાળપોથી આપવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે દિનેશભાઇ અજમેરા દ્વારા બાળકો ને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

ચોટીલા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..