ખેતર ખેડવા આવેલા ભાઈને બાપ દીકરાએ માર માર્યો.
સોનગઢ તાલુકાના ઉખલદા ગામે
પોતાની બહેનની માલિકીનું ખેતર ખેડવા માટે આવેલ ભાઈ પર જમીન બાબતે અગાઉ થયેલ ઝગડાની
અદાવત રાખી એમના નજીકના સગા એવા બાપ-દીકરાએ લાકડી અને ઈંટ વડે હુમલો કરતા એમને
ગંભીર ઇજા પહોચાડી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે
ખસેડવામાં આવ્યો.



