Back

કુક્સ ગામે તારીખ ૧૬.૧૭ નવેમ્બરના રોજ યોજાનાર દિવ્ય દશાબ્દિ મહોત્સવને લઈ બાઈક રેલી યોજાઈ.

શિનોર તાલુકાના કુક્સ ગામે નાયજી મહારાજના મંદિરે તારીખ ૧૬.૧૭.નારોજ યોજાનાર દિવ્ય દશાબ્દી મહોત્સવને લઈ સર્વ બારગામ પાટીદાર સમાજને આમંત્રણ આપવામાટે બાઈક રેલી યોજાઈ.

શિનોર તાલુકાના કુક્સ ગામે નિષ્કલંકી નાયાજી મહારાજ  નું પ્રાચીન મંદિર આવેલું. છે .નાયજી મહારાજમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા બારગામ પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ તથા હરિ ભક્તો દ્વારા તારીખ ૧૬.૧૭.નવેમ્બર ૨૦૧૯ ના રોજ ગરીબ.નિરાધાર.જરૂરિયાતમંદ સમુદાયના લાભાર્થે દિવ્ય દશાબ્દી મહોત્સવ યોજવામાં આવનાર છે.

આ દિવ્ય દશાબ્દી મહોત્સવને લઈને ટ્રસ્ટીઓ.કાર્યકરો તથા યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી સ્વરૂપે સર્વ કાનમ સમાજ અને બારગામ પાટીદાર સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં ચારસોથી અધિક હરિભક્તો અને બસોથી વધારે બાઇકો અને ચાલીસ ફોર વિલરો સાથે કાર્યકરોએ આ રેલીમાં ભાગ લીધો હતો.જેમાં ઠેરઠેર આ બાઈક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..