Back

શિનોર તાલુકાના પુનિયાદ ગામે પ્રાથમિક શાળા ખાતે પાંચમા તબક્કાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો.

શિનોર તાલુકાના પુનિયાદ ગામે  ખાતે પાંચમાં  તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાતસો થી આઠસો લાભાર્થીઓએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો.

 ગુજરાત રાજ્યના ગ્રામીણ નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા ન પડે અને રાજ્ય નો કોઈપણ સાચો લાભાર્થી તેને મળવા પાત્ર સહાય થી વંચિત ન રહે જે ઉદ્દેશ ને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનો પાંચમાં તબક્કાનો સેવસેતુ કાર્યક્રમ શિનોર તાલુકાના પુનિયાદ ગામે પ્રાથમિક શાળામાં યોજાયો હતો.જેમાં શિનોર મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી ,આર.એફ.ઓ.સહિત પુનિયાદ ગ્રામ પંચાયતના સરપંચ. ઉપ સરપંચ. સદસ્યો સહિત પદાધિકારીઓ ,અધિકારીઓ ,કર્મચારીઓ ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

         આ સેવાસેતુ કાર્યક્રમમા રેશનકાર્ડ ,માં કાર્ડ ,મા વાત્સલ્ય કાર્ડ ,બ્લડ પ્રેશર ,ડાયાબિટીસ ,આધારકાર્ડ સહિત ની વિવિધ સરકારી યોજનાઓની માહિતી તથા લાભ આપવામાં આવ્યા હતા. પુનિયાદ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ સેવાસેતુ કાર્યક્રમમાં સાતસો થી આઠસો લાભાર્થીઓએ વિવિધ સરકારી યોજનાઓ નો લાભ લીધો હતો.સેવાસેતુ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા ભારે જહેમત ઉઠાવવમાં આવી હતી.

       શિનોર તાલુકા ના પુનિયાદ ગામે પાંચમા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા ઉપસ્થિત લાભાર્થીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.


ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..