Back

શિનોર તાલુકાના માંડવા ગામ ખાતે પાંચમા તબક્કાનો સેવસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં દસ ગામોના લાભાર્થીઓએ લાભ લીધો.

 શિનોર તાલુકા ના માંડવા ગામે પ્રાથમિક શાળા ખાતે પાંચમો તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ૧૦ ગામના લાભાર્થીઓએ વિવિધ યોજનાનો લાભ લીધો હતો.ગુજરાત રાજ્યના ગ્રામીણ નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા ન પડે અને રાજ્ય નો કોઈપણ સાચો લાભાર્થી તેને મળવા પાત્ર સહાય થી વંચિત ન રહે અને સરકારી તંત્ર કચેરી શાહી માંથી બહાર આવે જે ઉદ્દેશ ને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ નો અભિનવ પ્રયોગ નો પાંચમો તબક્કા નો શિનોર તાલુકાના માંડવા ગામે પ્રાથમિક શાળામાં યોજાયો હતો.જેમાં શિનોર મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી , આર.એફ.ઓ સંજયભાઈ પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ ,અધિકારીઓ ,કર્મચારીઓ ,ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

         આ સેવાસેતુ કાર્યક્રમમા રેશનકાર્ડ ,માં કાર્ડ ,મા વાત્સલ્ય કાર્ડ ,બ્લડ પ્રેશર ,ડાયાબિટીસ ,આધારકાર્ડ સહિત ની વિવિધ સરકારી યોજનાઓની માહિતી તથા લાભ આપવામાં આવ્યા હતા.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોર દ્વારા સેવાસેતુ કાર્યક્રમમા લોકોને આરોગ્ય વિષયક માહિતી પૂરી પાડવામાં આવી હતી.માંડવા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ સેવાસેતુ કાર્યક્રમ મા ૧૦ ગામના લાભાર્થીઓએ સરકારી વિવિધ યોજનાઓ નો લાભ લીધો હતો.સેવાસેતુ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા ભારે જહેમત ઉઠાવવમાં આવી હતી.

       અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ખાતે આધારકાર્ડ ની કામગીરી ઘણા સમયથી બંધ હોવાના કારણે શિનોર ના આજુબાજુના ૧૦ ગામમાંથી મોટી સંખ્યામાં આધારકાર્ડ ની કામગીરી કરવા ઉમટી પડ્યા હતા .જેના કારણે આધારકાર્ડ ની કામગીરી ના સ્થળ ઉપર મોટી લાઈનો જોવા મળી હતી.શિનોર તાલુકા ના માંડવા ગામે પાંચમા તબક્કા નો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવતા ઉપસ્થિત લાભાર્થીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..