Back

શિનોર તાલુકાના અચીસરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ખાડામાં બકરા ભરીને જતી હુંડાઈ કાર ખાબકી કારચાલક ફરાર.

શિનોર ના અચીસરા ગામ પાસેથી પસાર થતી મિયાંગામ બ્રાન્ચ ની નર્મદા કેનાલ નજીક હ્યુન્ડાઇ કારમાં ચોરી ના બકરા ભરેલી કાર રસ્તાની બાજુમાં ખાબકતા કારચાલક સ્થળ પર મૂકીને નાસી જતા શિનોર સહિત વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ના અચીસરા ગામ પાસેથી સરદાર સરોવર નર્મદા ડેમની મીયાગામ બ્રાન્ચ કેનાલ પાસેથી અચીસરા થી અવાખલ જવાના માર્ગ પર એક હ્યુન્ડાઇ કાર રસ્તા ની બાજુની જગ્યા પર ઉતરી ગયેલી હાલતમાં જોતા એક રાહદારી દ્વારા શિનોર પોલીસ ને જાણ કરતા શિનોર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ.કે.એચ બીહોલા અને પોલીસ સ્ટાફ અને વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસ  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને રસ્તા ની નીચે ઉતરી ગયેલ હ્યુન્ડાઇ કાર મા તપાસ કરતા કાર મા ચોરી કરેલા બકરાઓને બહાર કાઢીને સુરક્ષિત રીતે સાધલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

        વાત કરવામાં આવે તો શિનોર ના અચીસરા ગામ પાસેથી એક હ્યુન્ડાઇ કારમાં ચોરી ના બકરા ભરેલી કાર રસ્તા ની બાજુ ની ખાલી જગ્યામાં ઉતરી જતા કાર ના કાચ નો કચરધાન નિકરી ગયો હતો .પરંતુ કારચાલક ઘટના સ્થળે કાર મા રહેલ બકરા સહિત કાર ને સ્થળ પર મૂકીને ફરાર થઈ જતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલક ની શોધખોળ ચાલુ કરી હતી તેમ છતાં કારચાલક મળી આવ્યો ન હતો.જેથી પોલીસે કારચાલક ની શોધખોળ આરંભી હતી.અચીસરા ગામ પાસે ચોરી કરેલી હ્યુન્ડાઇ કાર રસ્તા ની નીચે ખાબકી હોવાની જાણ થતાં સ્થળ પર લોકટોળાં ઉમટી પડ્યા હતા.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..