શિનોર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત તાલુકા પ્રમુખ તથા મહામંત્રીનો સાધલીજિન ખાતે સત્કાર સમારંભ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આગેવાનો તથા હોદ્દેદારો દ્વારા તાજેતરમાં વડોદરાજિલ્લાના શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે પુનિયાદના ચંદ્રવદનભાઈ પટેલ (સી.એમ)તથા મહામંત્રી તરીકે આણદીના ધર્મેશભાઈ પટેલની વરણી કરાતા શિનોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
તારીખ.૧૩.૧૧.૨૦૧૯ના રોજ શિનોર તાલુકાના સાધલી ખાતે સાધલીગ્રુપ જિન સ્ટાફ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવા તાલુકા પ્રમુખ તથા મહામંત્રીનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
ફૈજ ખત્રી.



