Back

શિનોરના સાધલીથી ટીમબરવા જવાના રસ્તે સાત ફુટનો મહાકાય અજગર રેસ્ક્યુ કરાયો.

શિનોર તાલુકાના સાધલી ગામની સીમમાં ટીમબરવા જવાના રોડપર આવેલ ભાથીજીના મંદિરની પાછળ આવેલી ભૂખીના કીચડ કાંટામાં ફસાયેલ સાત ફૂટની લંબાઈ ધરાવતા અજગરને રેસ્ક્યુ કરાયો.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલીથી ટીમબરવા જવાના રસ્તે ભૂખી આવેલ છે હાલ ચોમાસાની ઋતુ પુરી થઈ હોય ભૂખીમાં પાણી ઓછું હોવાથી કીચડ અને કાંટા હોય છે આ કીચડ કાંટામાં માછલી મારવાની જાળમાં એક સાત ફુટનો અજગર ફસાયો હતો.

ગામના કેટલાક યુવાનોને આ ફસાયેલ મહાકાય અજગર નજરે પડતા યુવાનો દ્વારા ગામમાં રહેતા જીવદયા પ્રેમી રિયાઝ ભાઈ દિવાનને ફોન કરવામાં આવ્યો હતો.

જીવદયા પ્રેમી રિયાઝ ભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ મહાકાય અજગર ને રેસ્ક્યુ કરી આ  કીચડ કાંટામાં ફસાયેલ  મહાકાય અજગરને પાણીથી ધોઈને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.વાત કરવામાં આવે રિયાઝ ભાઈની તો રિયાઝ ભાઈએ અનેકવાર સાપ  અને અજગરને પકડી તેમને સલામત સ્થળે છોડી મૂક્યા છે. સાધલી તથા આજુ બાજુના ગામોમાં કોઈ પણ સાપ કે અજગર દેખાય તો તરતજ જાગૃત નાગરિકો દ્વારા રિયાઝ ભાઈને સંપર્ક કરેછે રિયાઝ ભાઈની આ પ્રશંસનીય કામગીરી અને તેમના આ જીવદયા પ્રેમને ગામવાસીઓએ બિરડાવયિ હતો.




ફૈઝ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..